SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ). ચુંદડી ઓઢીને ગઈ હું સ્વામીની પાસે, પિતાની કહીને બેલાવી, સાહેલી ? ઓઢી નવરંગ ચુંદડી; સુંદર વરની નારી છેલ છબીલી, અમૃતરસની લહેરે આવી; સાહેલી ? ઓઢી નવરંગ ચુંદી. હું છું હાલાની અને હાલજી મહારા, ભેદની ભાવના ભૂલી, સાહેલી ? ઓઢી નવરંગ ચુંદડી; અનુભવ સાગર હેજમાં ઉછળે, અજિત અંતર દષ્ટિ ખુલી, સાહેલી ? ઓઢી નવરંગ ચુંદડી. વ્યર્થ શિ. () પહેલે હાલ મહારા ગુરૂજીએ પાયો–એ રાગ. આશા તે કરિયે એક આતમરાયની, અંતમાં આવે એ કામ, સાહેલી ? બીજી આશા શું કામની; પ્રેમના પંથ થકી એનેજ પામવે, આતમરામ સાચા દામ, સાહેલી ? બીજી આશા શું કામની, જગનાં તે સુખ બધાં નશ્વર જાણવાં, ધન તન ધામ ને ગામ, સાહેલી ? બીજી આશા શું કામની રેતી પીલેથી કેમ તેલજ નીકળે, વિષયમાં એવા આતમરામ, સાહેલી ? બીજી આશા શું કામની. જપ તપ કરી અને એને જ પામવે, આતમ અંતને વિશ્રામ, સાહેલી ? બીજી આશા શું કામની, એવું સમજીને એક આતમ ઓળખ, લેજે નિરંજનનું નામ, સાહેલી ? બીજી આશા શું કામની. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy