________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લૈકિક રૂપે પ્રગટે તદા, આનંદ લાકિક આપતાં, ને દીવ્ય રૂપે આવીને, તાપે સમગ્ર શમાવતાં.
(૩) ઉદ્યાનમાં હું જાઉં ત્યાં, દર્શન કરું છું આપનાં, એકાંતમાં બેસું તદા, દર્શન કરૂં છું આપનાં; આ વિશ્વમાં આનંદને, પ્રગટાવ તમ હાથ છે, આનંદી નયને આંસુડાં, વહડાવવાં તમ હાથ છે.
સંતે તમને સેવતા, સંતો તમારા શિષ્ય છે, ભેગી તેમેને સેવતા, ભેગી તમારા શિષ્ય છે; જેવી કરીને કલ્પના, જેવી કરીને ભાવના, લકે ભજે જે રૂપથી, તે રૂપથી ફળ આપતાં.
વીણા ઉપર મંજુલ સ્વરે, સંગીત ગાતાં આપે છે, પુષ્પ ઉપર ભ્રમર વડે, ગુંજાર કરતાં આપ છે; સંતે તણું મુખમાં મધુર, ભગવત્ ભજનમય આપે છે, મારાં શીતળ હૈડાં વિશે, કેમળ જનમય આપે છે.
-
હરિની હાર ૪. (૪)
(૧)
પરદેશી કાપડ હીન્દીએ?, કદી હાથમાં લેશે નહિ, મદિરા સમી દુબુદ્ધિદા, વસ્તુ કદી પીશે નહિ, સંપી રહે સંસારમાં, સાચું જ બોલે સર્વદા, નિજ દેશને ઉદ્ધારવા, નિજ હૃદય ખેલે સર્વદા.
For Private And Personal Use Only