________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
એમને જન્મ સંવત ૧૯૩૦ ના માગશર સુદી પંચમીના રોજ મુંબઈ શહેરમાં શુભ નક્ષત્રમાં શુભ યોગે થયું હતું. હિંદનું હાલનું વેપાર રોજગાર વગેરે પ્રવૃતિઓનું મુખ્ય ધામ “મુંબઈ' લેખાય છે. જેમ બીજે સ્થળે અનેક મહાપુરૂષો જન્મી ગયા છે. તેમજ મુંબઈ નગરીએ પણ અનેક મહાપુરૂષોને જન્મ આપ્યા છે. કેટલાક માનવો તે બહારગામથી મુંબઇમાં જઈ વસ્યા. ત્યાં તેમની કદર થઈ અને મહાપુરૂષ તરીકે પ્રસિદ્ધ થયાં. “શેઠ શ્રી જમનાદાસને તે ખુદ મુંબઈ નગરીએ જ જન્મ આપ્યો હતે.
આ મહાપુરૂષની જ્ઞાતિ ભાટીઆ હતી. ભાટીઆ મૂળ પંજાબમાં વસવાટ કરીને લાંબા કાળથી રહ્યા હતા. આજે પણ જેસલમેરમાં ભટ્ટી રાજપુતાનું રાજય મેજુદ છે. આથી સમજી શકાય છે કે ભાટીઆ લોકે અસલના વારામાં રજપુત તરીકે–ભદી રજપુત તરીક–ઓળખાતા હતા. મુસલમાની રાજ્ય અમલમાં વારંવાર બડા થતા અને એની અસર પંજાબ ઉપર ભારે રહેતી આથી કંટાળીને ભદ્દી રજપુતે સિંધમાં આવ્યા. ત્યાં પણ મુસલમાનનાં જંગી લશ્કરો ફરતાં હતાં. આથી સિંધ છોડીને કચ્છમાં આવ્યા અહીંયાં એમણે રાજપુતવટ છોડીને વસ્યવૃત્તિ સ્વીકારી વેપાર વણજ કરવા લાગ્યા. કચ્છમાંથી એમને ફેલાવો ગુજરાતમાં એટલે હાલ જેને તળપદ-મૂળ ગુજરાત કહેવામાં આવે છે તે કચ્છ અને કાઠીયાવાડમાં થયો. ખરું જોતાં ભાટીઆ લેકે કચ્છમાંથી સઘળે સ્થળે ફેલાયા.
ભાટીઆઓ જ્યારે ક્ષાત્રવટમાં હતા અને ભટ્ટી રજપુન તરીકે પ્રખ્યાત હતા ત્યારે એમણે જે સૂરવીરતા બતાવી હતી તેવી જ સૂરવીરતા ભાટીઆઓએ વૈશ્યવૃત્તિને સ્વીકાર કીધા પછી વેપાર વણજમાં બતાવી છે. ભાટીઆ કોમ એક વેપારી તરીકે આજે પણ ખૂબ મશહુર છે. - ભાટીઆઓને કચ્છ પ્રદેશમાં પુષ્ટિમાર્ગપ્રવર્તક બ્રહ્મવાદમંડનાચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજીને અને શ્રીમદ્દ વિઠ્ઠલનાથજી બાવાને પરિચય થયો. આ બંને મહાન ધર્મ ધુરંધર ધર્માચાર્યોના પરમ પવિત્ર ઉપર દેશની અસર ભાટીઆ કેમ, ઉપર ભારે થઈ લગભગ સઘળા
For Private And Personal Use Only