________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુદરત તરફ પ્રેમ એ કવિનું ખાસ લક્ષણ છે. કેટલા જૈન કવિઓ કુદરતના અભ્યાસી હતા તે હું જાણતો નથી પણ આ કવિ તે કુદરતના ખાસ અભ્યાસી છે અને પશુ-પંખીઓ તરફ પણ પૂર્ણ પ્રેમ દર્શાવે છે. અનુકંપા–દયા અને પ્રેમમાં ઘણો તફાવત છે. દયા તે તથાપ્રકારના જન્મસમય પછીના દરરેજના સંસ્કારથી પણ પ્રગટે છે. પ્રેમ કંઈક જુદી જ વસ્તુ છે. એ બીજા કેઇના સંસ્કારથી પ્રગટતો નથી પણ સ્વતઃ પ્રગટે છે. પ્રેમનું મૂળ કુદરતનું અવલોકન છે. ખરા કવિએનું જીવન પ્રેમમય હોય છે મસ્ત હોય છે. એક વાડા સંપ્રદાયના કવિઓમાં પ્રેમ પ્રગટ કે મસ્તાઈ મળવી ઘણું જ મુશ્કેલ છે પ્રેમમાં રંગાએલ કવિ પંખીઓને ઉદ્દેશીને કહે છે કે –
પીવા સરોવર શુદ્ધ છે, પંખી મજા માણ્યાં કરે; અથવા સરિતા શુદ્ધ છે, પંખી મજા માણ્યાં કરે.
ત્યાતણું ચિંતા નથી, પંખી મજા માણ્યાં કરે; ક્ષેત્રે તમારા કાજ છે, પંખી મજા માણ્યાં કશે. સઘળાં વને તમારાજ છે, પંખી મજા માણ્યાં કરે; ઉડ્યા કરે આનંદથી, પંખી મજા માણ્યાં કરે. કલરવ કરે આનંદથી, પંખી મજા માણ્યાં કરે; સઘળા રસે તમ કાજ છે, પંખી મજા માણ્યાં કરે.
આનંદ મારા હૃદયમાં, આનંદ મારા નેત્રમાં;
આનંદ મારા કર્ણમાં, આનંદ મારા હસ્તમાં.” સંતની વ્યાખ્યાઓ બાંધવામાં કહેવાતા સતિએ મેટા તંતો ઉભા કરેલા છે. કોઈ કાને સંત કહે છે ને કેાઈ કાને સંત કહે છે. કવિ તો સંતની વ્યાખ્યા બાંધતાં સ્પષ્ટ ઉપદેશે છે કે – “ શાંતિ ધરે એ જ સંત જગતમાં, શાંતિ ધરે એ જ સંત,
For Private And Personal Use Only