________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ૨ ) ગુલાબ પણ ખીલી રહ્યા, ચપાય પણ ખીલી રહ્યા;
મૃદુ મેગરા ખીલી રહ્યા, મુજ આતમા ખીલી રહ્યો. ૨ પલાશ પણ ખીલી રહ્યા, લોકે ય પણ ખીલી રહ્યા;
બાગે બધા ખીલી રહ્યા, મુજ આતમાં ખીલી રહ્યો. ૩ વીણાય પણ ખીલી રહી, હીંડોલ પણ ખીલી રહ્યા;
વાદ્યો સકળ ખીલી રહ્યાં, મુજ આતમાં ખીલી રહ્યો. ૪ વૈરાગ્ય રૂપ વસંત છે, બાહેર બધેય વસંત છે; નભ ચંદ્રમા ખીલી રહ્યો, મુજ આતમા ખીલી રહ્યો. ૫
વસંત (સહજ ચઢાર.)(રૂક૭)
ગજલ.
આકાશ પણ નિર્મળ થયું, શશીરાજ પણ નિર્મળ થયે;
ગુરૂદેવની કરૂણા થઈ, મુજ હૃદય પણ નિર્મળ થયું. ૧ રવિ તેજ પણ નિર્મળ થયું, મુજ આંગણું નિર્મળ થયું;
વન વેલિઓ નિર્મળ થઈ, મુજ હૃદય પણ નિર્મળ થયું. ૨ નભ ચંદ્રિકા નિર્મળ થઈ, સહુ તારકા નિર્મળ થઈ જળવાહિની નિર્મળ થઈ, મુજ હૃદય પણ નિર્મળ થયું. ૩ સઘળી દિશા નિર્મળ થઈ ને ભૂમિ પણ નિર્મળ થઈ વાયુ બધા નિર્મળ થયા, મુજ હૃદય પણ નિર્મળ થયું. ૪ ગિરિરાજ સહ નિર્મળ થયા, જળ ઝરણું પણ નિર્મળ થયાં; | સૂરિ અજિત ગુરૂ કરૂણા થઈ, ને હૃદય પણ નિર્મળ થયું. -
For Private And Personal Use Only