________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૩). પ્રમુનો શાશ. (૩૬)
ગજલ સહિતી. આશક થયેલો આદમી, કદી કેઈથી ડરતે નથી;
આશક થયેલ આદમી, મરવાથી ડરતે નથી. ૧ આશક થયેલ આદમી, નવ કોઈની પરવા કરે,
આશક થયેલો આદમી, ભજન નિરાંતે નવ કરે. ૨ આશક થયેલા મને, નિજ દેહની પરવા નથી;
આશક થયેલા મસ્તને, નિજ ગેહની પરવા નથી. ૩ આશક થયેલા મસ્તને, નિજ પ્રાણની પરવા નથી;
આશક થયેલા મસ્તને, ધન માલની પરવા નથી. ૪ આશક થયેલા મસ્તને, પૃથ્વી ઉપર સૂવું ગમે;
આશક થયેલા મસ્તને, સૂવું ઘdભર ના ગમે. ૫ આશક થયેલા મસ્તને, વાર્તા જગતની ના ગમે;
આશક થયેલા મસ્તને, ના વાંચવાં છાપાં ગમે. ૬ આશક થયેલા મસ્તને, ઘોડા અને ગદ્ધા સમા;
આશક થયેલા મસ્તને, પંડિત બને મૂંગા સમા. ૭ આશક થયેલા મસ્તને, ચતુરાઈ જગની ના ગમે;
આશક થયેલા મસ્તને, દુઃખ વિશ્વકરાં ના ગમે. ૮ આશક થયેલા મસ્તને, બસ એક તૂ દિલમાં વસે;
આશક થયેલા મસ્તને, ઘી દૂર પ્રિયતમ ના ખસે. ૯ સે સો નિશાની ઘેન છે, આલમ વિષે અલમસ્ત છે; મિથ્યા શરમ આ વિશ્વની,એને અજિત પરિત્યક્ત છે. ૧૦
For Private And Personal Use Only