________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
સમાજ સુધારા. ઉપર ઘણું લખ્યું છે. બાળલગ્ન, કન્યાવિક્રય, રડવું કૂટવું વિગેરે દુષ્ટ રિવાજો નાબૂદ થાય એટલા માટે છૂટક છૂટક અનેક પદો રચેલા છે. આવા પદે પણ રસમય બન્યાં છે એ આમાં વિશેષતા છે જુઓ –
પ્રભુ બાળલગ્નને ચાલ, વળે છે દેશે;
પ્રભુ રાખે તેની લાજ, જગતમાં રહેશે.” ઈસલામીઓ થઈ જાય છે, દે દશા વિધવાત, વળી પ્રસ્તિ થઈ જાય છે, દેખે દશા વિધવાતણી. પરધર્મમાં વટલાય છે, દેખે દશા વિધવાણી, પરહસ્તમાં સપડાય છે, દેખે દશા વિધવાતણી.” “હું બોલતાં અકલાઉં છું, દેખે દશા વિધવાતણું;
લખતાં અતિ અકલાઉં છું, દેખે દશા વિધવાતણું.” સમગ્ર દેશ પરતંત્ર છે, આજે આપણું કાંઈ નથી. જ્યાંસુધી આ પણે આપણું મેળવશું નહિ ત્યાંસુધી સુખ મળવાનું નથી. આ વાતનું સ્પષ્ટીકરણ કરતાં કવિ કહે છે કે –
એવી સ્થિતિ છે આજ કે નથી આપણી ગંગા નદી, એવી સ્થિતિ છે આજ કે નથી આપણું યમુના નદી અજીતાબ્ધિ આ સ્થિતિ વિષે હર્ષાભિમાન ઘટે નહિ, ને એ સ્થિતિ ગાળ્યા વિના છૂટકે કદાપિ છે નહિ.”
જ્ઞાનીઓ અને સર્વ અનુભવીઓ એક જ કહે છે કે આ જગત અનાદિ અનંત છે. જગતના આદિ અને અંત આજસુધીમાં કેદ જોઈ શક્યું નથી. જગતને વિચાર અકળ છે. ભલભલાને એની ગમ પડી નથી. જગતને વિચાર કરતાં સૌ કોઈની મતિ મુંઝવણ પામે છે. કવિ પણ કહે છે કે –
For Private And Personal Use Only