________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૩) પાવન વાશે. (૩૨૬)
ગજલ સેહિની. નિર્માન રૂપી નર્મદા, મુજને સદા પાવન કરે;
સુ સ્નેહ રૂપ તથા સુધા, મુજને સદા પાવન કરે. ૧ સત્ય સ્વરૂપ સાબરમતિ, મુજને સદા પાવન કરે;
શાંતિ સ્વરૂપ સરસ્વતિ, મુજને સદા પાવન કરે. ૨ આનંદ અબુંદ અચળ છે, પ્રેમે સદા પાવન કરો;
વૈરાગ્ય ગિરિ પણ વિમળ છે, મુજને સદા પાવન કરે. ૩ પાવન કરે તે પળ બધી, પ્રેમે મહને પાવન કરે,
નિષ્કળ કરે તે કળ બધી, પ્રેમે મહને પાવન કરે. ૪ ભાવ સ્વરૂપ ભાગીરથી, ભાવે મહને પાવન કરે;
તપ તીર્થરૂપ તાપી નદી, તેમજ હને પાવન કરે. ૫ જ્ઞાન સ્વરૂપ ગોદાવરી, ગરવ સહિત પાવન કરે;
દાન સ્વરૂપી કોણ ગિરિ, મમ આમને પાવન કરે. ૬ ચતુરાઈચિત્ત તણી તજૂ, ચેતન? મહને પાવન કરે;
મરતાઈ માન તણી તજૂ, નિર્માનતા પાવન કરે. ૭ મળ આત્મના અળગા કરૂં, આત્મા મહને પાવન કરે;
પ્રણમું પદે પરમાત્માને, પરમાતમા પાવન કરે. ૮ પ્રણમું પદે સહુ સંતને, સંત મહને પાવન કરે;
પ્રણમુ પદે સહુ સિદ્ધને, સિદ્ધ હુને પાવન કરે. ૯ પ્રણમું પદે ગુરૂ અજિતને, ગુરૂ દેવજી પાવન કરે;
પ્રણમું પદે અરિહંતને, અરિહંતજી પાવન કરે. ૧૦
For Private And Personal Use Only