________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) મત્તરૂપતિ વિષે. (૩૨૦)
રાગ કેલૈયાના પદનો. સુણે હમે મહાપતિ મહેટા રે, ખલકને લાગે છે બેટા. ટેક આવક કેરૂં દર છે એકજ, જાવકનાં દર બાર; ધર્મની શ્રદ્ધા છેવાઈ ગઈ છે, પ્રજા કરે છે પોકાર. સુ. ૧ નિજ પ્રમદામાંહી પ્રીતિનહી અને, પર અમદામાં પ્યાર; ગુણકાના સાથે ઘરબાર માંડયાં, પંઢ તણું સરદાર. સુણે. ૨ દારૂ પીવે ઘણે દિલને ગમે છે, ગાંજાનું ખાસ ગુમાન, હિંસાના કામમાં હરખ ભરેલા, નકે જાશે નાદાન. સુણે. ૩ નરને પાળે તેને નરપતિ કહિયે, એનું ધરે છે જ્યાં ધ્યાન, સંત પુરૂષ જે શિક્ષા આપે તે, કાઢો છો પકડે કાન. સુણો. ૪ પર નારી પર પ્રેમ કરે છે, રાણી રમે પર સાથ; રાસ લીલા છે ખાસ જોયાની, કીધામાં કાંઈ નથી કાથ. સુ. ૫ પરમારથમાંહી પહેલ નહી, જર મેળવ્યાનું ઝાઝું જેર; વેરા વધાર્યોમાં વહાલ કર્યા, ચરે એ ધન અગ્નિ કે ચાર. સુણે. ૬ પહેલ કરે છે પાપ વિષેને, ધર્મના કામમાં ઢીલ ભૂપતિ એવાનું ધન ભેગવશે, વિદ્ય વેશ્યા કે વકીલ. સુ. ૭ ભગવતને ભય રાખે ભલાજી? જમને દેવે છે જવાબ રાખ થશે તો જે તન ઉપર, અત્તર પુષ્પ ગુલાબ. સુણે. ૮ ધર્મ દયા પર ધ્યાન કરે અને, ધરે ધણીની ધાક અજિતસાગર ઉપદેશ દે છે, સંત પુરે એમાં સાખ. સુણા. ૯
For Private And Personal Use Only