SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૩) નેહી નથી નેહી હવે, પ્રેમી નથી પ્રેમી હવે; રાત્રી દિવસ થાતી તલસ, તે આવીને ચાલ્યા ગયે. ૪ મુજ પ્રાણ કે પ્રાણ એ, આવ્યા અને ચાલ્યા ગયે મુજ હૃદય કેરું હૃદય એ, આવ્યા અને ચાલ્યા ગયે. ૫ મુજ મિત્ર કે મિત્ર એ, આવ્યા અને ચાલ્યા ગયે; મેં ગણે મહેમાન એ, આવ્યા અને ચાલ્યા ગયે. ૬ શધ્યા કરૂં સંસારમાં, ગમ ના પડે કે ક્યાં ગયે; ભવાનમાં ભટક્યા કરું, ગમ ના પડે કે કયાં ગયે. ૭ એ હૃદયના મહેમાનનું, દર્શન કરી કયારે કરું; એ ભાવના ભગવાનના, સ્પશન પદો કયારે કરૂં. ૮ મુજ વાતને વિશ્રામ છે, અંતર તણે આરામ છે; શાકતો કહે કે શક્તિ છે, વૈષ્ણવ કહે ઘનશ્યામ છે. ૯ . પણ રસ ભર્યો મહેમાન મુજ, ઠરવાનું સાચું ઠામ છે; નગદી નિરંજન અજિત છે, કાયમપણુનું દામ છે. ૧૦ વધતું દ્વિરે છે વાઢતું. (૨૬૦) ગજલ સોહિની. વૃક્ષે દિસે છે ચાલતાં, વેલ્લી દિસે છે ચાલતી; હરણો દિસે છે ચાલતા, હરિણી દિસે છે ચાલતી. ૧ વસ્તી દિસે છે ચાલતી, વન પણ દિસે છે ચાલતું રેલવે ઉપર બેઠા પછી સઘળું દિસે છે ચાલતું. ૨ પક્ષી દિસે છે ચાલતાં, પશુઓ દિસે છે ચાલતાં વાડ્યો દિસે છે ચાલતી, તાડા દિસે છે ચાલતાં. ૩ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy