________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રર૮), જપ તપ તણું સિદ્ધિ ફળે, એવા સ્થળે હામાં જવું;
સપુરૂષના સંયમ ફળે, એવા સ્થળે હામા જવું. ૭ નિજ દેશની ધીંગી ધ્વજા, ફરકાય ત્યાં સ્વામી જવું; નિજ ધર્મની જ્યાં દીવ્યતા, દર્શાય ત્યાં હામા જવું. ૮ સરિતા અજિતસાગર ભણી, એવી રીતે હામા જવું; સતી જાય છે સ્વામી ભણું, એવી રીતે હામ જવું. ૯ ચતિ જાય છે સંચમ ભણી, એવી રીતે રહામા જવું; મતિ જાય છે માયા ભણી, એવા પ્રભુ સ્વામી જવું. ૧૦
માનં (રપ)
ગજલ સહિની. આનંદ છે મુજ જીવનમાં, આનંદ હો મુજ વચનમાં;
આનંદ છે મુજ ભવનમાં, આનંદ છે મુજ રચનમાં. ૧ આનંદ હો મુજ શરણમાં, આનંદ છે મુજ કરણમાં
આનંદ મુજ તરણમાં, આનંદ છે મુજ સ્મરણમાં. ૨ આનંદ છે મુજ પ્રીતિમાં, આનંદ છે મુજ નીતિમાં;
આનંદ હો મુજ ચિત્તિમાં, આનંદ હો મુજ ભીતિમાં. ૩ આનંદ છે મુજ હાલમાં, આનંદ છે મુજ વાણીમાં, - આનંદ છે મુજ કાવ્યમાં, આનંદ છે મુજ લ્હાણીમાં. ૪ આનંદ છે મુજ ભેગમાં, આનંદ હો મુજ તપ વિષે;
આનંદ છે મુજ લોકમાં, આનંદ છે મુજ જપ વિષે. ૫ આનંદ છે મુજ ભાવમાં, આનંદ મુજ પઠનમાં;
આનંદ છે મુજ નયનમાં, આનંદ છે મુજ રટનમાં. ૬
For Private And Personal Use Only