________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન કવિ અજિતસાગરસૂરિ.
ગુજરાતની ભૂમિકા અધ્યાત્મજ્ઞાનદિવાકર શાસ્ત્રવિશારદ યોગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગર સુરીશ્વર મહારાજે તૈયાર કરી છે. એક સે આઠથી અધિક ગ્રંથ રચીને અને અનેક બાળજને ઉપદેશ મારફતે ધર્મ પમાડીને એમણે ગુજરાત ઉપર મહાન ઉપકાર કરે છે. એમણે ભૂમિકા તૈયાર કરીને ધર્મબીજનું વાવેતર કરેલું છે. એ ધર્મબીજ ઉગીને વૃક્ષરૂપને પામીને ફાલ્યાં ફૂલ્યાં છે. આજે તે એ ધર્મવૃક્ષને તૈયાર માલ આગવાને છે. ખરું જોતાં આચાર્યપ્રવર શ્રી બુદ્ધિસાગરજી મહારાજે તૈયાર કરેલાં ધર્મક્ષેત્રે આપણે તે માત્ર લણવાનાં જ છે. ભૂમિકા સુધારવાનું, વાવણીનું, નિંદણાંનું વગેરે ધર્મપાક તૈયાર કરવાને લગતું નાનું મોટું સધળું કામ તેઓશ્રી કરી ગયા છે. તૈયાર ભૂમિકામાં પ્રકટ થવાનું તો કોઈ મહાન પુણ્યશાળી વ્યક્તિના પ્રારબ્ધમાં નિર્માણ થએલું હોય છે. ખરું જોતાં આવી રીતે ભૂમિકાઓ તૈયાર થાય છે તે તો કોઈ પુણ્યશાળી વ્યક્તિઓ માટે જ હોય છે. પુણ્યશાળી વ્યક્તિઓ તેમાં પ્રકટે છે અને ધર્મપાક લણે છે અને અપૂર્વ લ્હાવો લે છે. ગુજરાતની તૈયાર ભૂમિકામાં પ્રકટ થયેલી વ્યક્તિ તે શાસ્ત્રવિશારદ જૈનાચાર્યજી મહાત્મા શ્રીમઅજિતસાગરસૂરિશ્વરજી મહારાજ છે. આ મહાપુરૂષની પ્રવૃત્તિઓ અનેકવિધ છે. એમની સાહિત્ય પ્રવૃતિએ તે સારાયે ગુજરાતના સાક્ષરોનું ધ્યાન ખેંચ્યું છે આ મહાપુરૂષના જીવનની ટુંક રૂપરેખા જાણવા યોગ્ય છે. એમને જન્મ ચત્તરમાં પેટલાદ પાસે આવેલા નાર ગામમાં સંવત ૧૯૪૨ ના પિષ શુદિ પંચમીના રોજ લેઉવા પાટિદાર પટેલ લલ્લુભાઈને ત્યાં થયો હતો. એમના માતુશ્રીનું નામ સેનબાઈ હતું. પટેલ લલ્લુભાઈ અને સેનબાઈ બંને સંસ્કારી, માયાળુ, ભોળા દિલનાં અને ધર્માનિક હતા. એમને ત્યાં જ્યારથી જૈનકવિ અજીતસાગરસૂરિનો જન્મ થયો ત્યારથી આનંદમંગલ વતી રહ્યા હતા. આ બાળક કોઇ મહાપ્રભાવિક
For Private And Personal Use Only