________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧)
સવંગ (૭૨)
કર્મને કરવું હોય તે કરે–એ રાગ. સમાગમ સંત તણે જે કરે, તેજ તે ઉત્તમ પદને વરે, ધ્યાન જે સત્ સંગતનું ધરે, તેજ તે પરમાતમ પર વારે-ટેક. મલિન પાણી ગંગાને મળતાં, ગંગા થઈને ઠરે, સ્નાન કરે સઘળાં ભાવિક જન, આત્મિક જન ઉચ્ચરે. સમા૦ ૧ પાશ્વ મણને સ્પર્શ થવાથી, લેહની જાતિ ટળે, સુંદર સુવરણ થાય તત્ક્ષણ, રૂપમાં રૂપ જ મળે. સમાગ ૨ સંત પુરૂષને સુંદર સંગમ, પાપ બધાં પ્રજ્વળે; અંતર દેશે અળગા થાતાં, નિર્મળતા નિકળે. સમા. ૩ સંત સમાગમ દુર્લભ સૌથી, ભાવ ભીતરમાં ભરે; લખ ચોરાશી કેરી હરકત, હરેક વાતે હરે. સમા. ૪ પાપી જન તે પાવન બનશે, વિભુમાં વૃત્તિ વળે; પરમેશ્વરના પદારવિંદથી, ચિત્ત ઘી નવ ચળે. સમાગ ૫ માનવ ભવન મેંઘો હવે, સહજ વાતમાં સરે, સત્ સંગત શાણા જન કરજો, અજિત આત્મ ઉદ્ધરે. સમા ૬
તું મહાવીર. (૭૨)
કર્મને કરવું હોય તે કરે-–એ રાગ. કરણી કદી હારી તું કરે, તેજ તું મહાવીર થઈને ઠરે, હૃદયમાં અધ્યાતમ ઉતરે, તેજ તું મહાવીર થઈને ઠરે. ટેક. પશુ કેરાં તે થાય પગરખાં, પગનું રક્ષણ કરે; પણ લ્હારૂં તે કાંઈ બને નહીં, વાત ન એ વિસરે. કરણી ૧
For Private And Personal Use Only