________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૩ )
ગુરૂદેવની થાશે દયા, અજીતાબ્ધિની થાયે દયા; જો વિજય થાશે કામના, તા વિશ્વને જીતી ગયા.
રથમ વગર આવે નદ્દીં. ( ૧૨ )
ગજલ સેાહિતી.
તલમાં વસે છે તેલ પણ, ઉદ્યમ વગર આવે નહી; દુધમાં વસે છે ઘી છતાં, ઉદ્યમ વગર આવે નહી. ૧ વિદ્યા વસે વિદ્વાનમાં, ઉદ્યમ વગર આવે નહીં;
પ્રભુજી વસે અંતર વિષે, ઉદ્યમ વગર આવે નહી. રત્ના વસે સાગર વિષે, ઉદ્યમ વગર આવે નહી;
સાનું ભર્યું. પૃથ્વી વિષે, ઉદ્યમ વગર આવે નહી. પાવક ભર્યાં કાષ્ટો વિષે, ઉદ્યમ વગર આવે નહી;
વ્હાલા વસે અંતર વિષે, ઉદ્યમ વગર આવે નહી. તૃપ્તિ ભરી છે અન્નમાં, ઉદ્યમ વગર આવે નહી;
લક્ષ્મી વસે છે ભાગ્યમાં, ઉદ્યમ વગર આવે નહી. ઔષધે વનમાં ભર્યાં, ઉદ્યમ વગર આવે નહી;
ભગવાન અંતરમાં ભર્યાં, ઉદ્યમ વગર આવે નહી. છે જ્ઞાન અંતરમાં ભર્યું, ઉદ્યમ વગર આવે નહી;
છે શાંતિ અ ંતરમાં ભરી, ઉદ્યમ વગર આવે નહી. છે લકિત અંતરમાં ભરી, ઉદ્યમ વગર આવે નહી; અજિતાબ્ધિ અંતરમાં ભર્યાં, ઉદ્યમ વગર આવે નહી. ૮ પશ્ચિમ સમુ સ્વાતંત્ર્ય પણ; ઉદ્યમ વગર આવે નહી; સહુ ઉન્નતિનુ' તંત્ર પણુ, ઉદ્યમ વગર આવે નહી.
For Private And Personal Use Only
3
૬