________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) અતિ સુખે. (૨૫)
ગજલ–હિની.
મુજ ભક્તિમાં પ્રભુ તું જ છે, મુજ શકિતમાં પ્રભુ તું જ છે; મુજ વ્યક્તિમાં પ્રભુ તું જ છે, આસકિતમાં પ્રભુ તું જ છે, સુજ ધર્મમાં પ્રભુ તું જ છે, મુજ કર્મમાં પ્રભુ તું જ છે મુજ મર્મમાં પ્રભુ તું જ છે, મુજ શર્મમાં પ્રભુ તું જ છે, મુજ હાથમાં પ્રભુ તું જ છે, મુજ સાથમાં પ્રભુ તું જ છે, સુજ નાથમાં પ્રભુ તું જ છે, મુજ જાતમાં પણ તું જ છે, મુજ દેહમાં પ્રભુ તું જ છે, મુજ ગેહમાં પણ તું જ છે, મુજ વેશમાં પ્રભુ તું જ છે, મુજ દેશમાં પણ તું જ છે. આકાશમાં પ્રભુ તું જ છે, અવકાશમાં પ્રભુ તું જ છે; મુજ પાસમાં પ્રભુ તું જ છે, વિશ્વાસમાં પ્રભુ તું જ છે. આભાસમાં પ્રભુ તું જ છે, ઉલાસમાં પણ તું જ છે, આવાસમાં પ્રભુ તું જ છે, ચપાસમાં પ્રભુ તું જ છે. નવ વેલીના નવ પુષ્પમાં, સિદર્ય રૂપે તુંજ છે; ઔષધિ વિષે આનંદિની, ચંદ્ર સ્વરૂપે તું જ છે, જ્ઞાતા સ્વરૂપે તું જ છે, દાતા સ્વરૂપે તું જ છે. નદીઓ વહે નિર્મળ જુઓ, ખળભળાટ તેમાં તું જ છે. આકાશની વીજળી તણું, ચળકાટ રૂપે તું જ છે; માધુર્ય રૂપે તું જ છે, સૈન્દર્ય રૂપે તું જ સર્વસ્વ છે આ વિશ્વને તું, અમપ્રાણ પણ પ્રિય તું જ છે, તું અજિત છે, કહે તું જ છે, લય તું જ છે, જ૫ તું જ છે.
For Private And Personal Use Only