________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
)
ગદ્ધો થઈ ભાર ઘણા તાણ્યા, સાકર સ્વાદ માલીકે માણ્યા. હવે. ૭ હવે પ્રભુ ભટકાનું બંધ કરે, અજિત કરી વિનતિમાં ધ્યાન ધરે.હ.૮
નિર્મળનાથ (પ)
ગરબી. સખિ દેવ દીન દયાળ છે, પણ નવ રીઝે; સખિ પ્રાણતણે પ્રતિપાળ, નિર્મળ નાથ છે. પણ નવ રીઝે સખિ નધારાને આધાર છે. પણ નવ રીઝે, વળિ કમળ પૂર્ણ કૃપાળ, નિર્મળ નાથ છે. પણ નવ રીઝે. ૧ સખિ પીંડ વિષે ભરપૂર છે, પણ નવ રીઝે; નથી ઠાલે જરિયે ઠામ, નિર્મળ નાથ છે. પણ નવ રીઝે. સખિ જ્યોતિને પૂર્ણ પ્રકાશ છે, પણ નવ રીઝે, રૂડે અંતરને આરામ નિર્મળ નાથ છે. પણ નવ રીઝે. ૨ સખિ સત્ ચિત આનંદ રૂપ છે, પણ નવ રીઝે, વળિ નિરાકાર આકાર, નિર્મળનાથ છે. પણ નવ રે. સખિ ઉપમા એને શી આપીયે, પણ નવ રીઝે, જાણે અમૃત રસને સાર, નિર્મળ નાથ છે. પણ નવ રીઝે. ૩ સખિ ચંદ્ર સૂરજ ઝાંખા પડયા, પણ નેવ રીઝે, પછી તારાને ત્યાં શે હિસાબ, નિર્મળ નાથ છે. પણ નવ રીઝે સખિ પુષ્પ દેખિને પાછાં પડ્યાં, પણ નવ રીઝે ચંપા ચંબેલી જૂઈ ગુલાબ, નિર્મળ નાથ છે. પણ નવ રીઝે. ૪ સખિ ફૂડ કપટ મનમાં ભર્યા, માટે નવ રી; . એ પ્રેમતણી છે પાસ, નિર્મળ નાથ છે. પણ નવ રીઝે.
For Private And Personal Use Only