________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ ચંદ્રસૂરિ. તેમાં નવમી પાટથી પન્નરમી પાટ પથત કટિકગચ્છ એવું નામ પ્રવર્યું.
વનવાસીગ૭–શ્રીવીરપ્રભુની સલમી પાટે શ્રીસામંતસૂરિ થયા. તેઓ સ્વગચ્છીચ સાધુઓની સાથે વનમાં વાસ કરતા હતા,તેથી સામંતસૂરિથી ગચ્છનું વનવાસી એવું નામ પ્રસિદ્ધ થયું.
ઉપકેશગચ્છ–ત્રેવીસમા તીર્થકર શ્રીપા નાથ પ્રભુના શાસનની ગછપરંપરા હજુ ચાલુ જ હતી. અત્યારે તેમની પાટે છઠ્ઠી શ્રીરત્નપ્રભસૂરિજી થયા. તેમણે ઉપકેશપટ્ટનમાં મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તેમણે એશિયાનગરીમાં રાજા ક્ષત્રિને પ્રતિબધી તેઓને એશવંશ સ્થાપન કરી ઓશવાળ બનાવ્યા. તથા તેમણે શ્રીમાલીવંશની સ્થાપના કરી. તેઓએ ઉપકેશ વંશની સ્થાપના કરી તેથી તેઓના ગચ્છનું ઉપકેશ નામ પ્રસિદ્ધ થયું. ઉપકેશગચ્છમાં ધર્મધુરંધર મહાપ્રભાવક અનેક આચા થયા છે.
For Private and Personal Use Only