________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૮) દેશની સેવા, સમાજની સેવા આદિ અનેક પ્રશસ્ય સેવા કરનારાઓને દુનિયા તરફથી ઘણું અપમાન સહન કરવું પડે છે. શ્રી મહાવીર પ્રભુને કેટલા ઉપસર્ગ સહન કરવા પડયા છે? છસ્થાવસ્થામાં વામિમાં અનાર્યોએ તેમનું અનેક પ્રકારના ખરાબ શબ્દથી અપમાન કર્યું હતું. ઈશુક્રાઈસ્ટ, મહમદ પેગંબર, ગૌતમબુદ્ધ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેને અપમાન સહન કરવાં પડ્યાં હતાં. અપમાન સહન કરવાની આત્મશક્તિ પ્રગટ્યા વિના જેન કેમ સેવા, જેન ધર્મ સેવા, દેશ સેવા, જ્ઞાનાભ્યાસ સેવા વગેરે અનેક પ્રકારની આવશ્યક પ્રશસ્ય સેવામાં એક ડગલું માત્ર પણ આગળ વધી શકાવાનું નથી, એમ પરિપૂર્ણ વિશ્વાસ રાખીને આ બાબતમાં પ્રવૃત્તિ કરવી એમ પ્રથમતઃ કથવામાં આવે છે.
માનની ઈચ્છાવાળો મનુષ્ય પ્રમાણિકપણે માહાસંઘની સેવા કરવા શક્તિમાન થઈ શકતું નથી, એટલું જ નહિ પરંતુ જ્યારે તેને માન મળવું બંધ
For Private and Personal Use Only