________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૬) માટે વિશેષ પ્રગતિનાં કાર્યો કરી શકાશે. જૈનધર્મ અને મહાસંઘની સેવામાં આત્મભેગ આપનારાઓએ મતભેદસહિષ્ણુતા નામનો ગુણ ખીલવો જોઈએ. ચતુર્વિધ મહાસંઘમાં ખોપરી ખાપરી મતિ ન્યારી’ ના ન્યાયે અનેક મતભેદે હેય એ સંભવિત છે. તેથી તે મતભેદને સહન કરીને સર્વની સાથે મળીને કાર્ય કરવાની આત્મશક્તિ પ્રગટાવવી જોઈએ. જે મતભેદને સહન કરી શકતો નથી તે અનેક મતભેદધારક મનુષ્યની સાથે અમુક બાબતમાં ભેગા મળી કાર્ય કરવાને શક્તિમાન થઈ શકતો નથી અને ઉલટું સમેલનના બદલે વિષમતાનું ઉત્થાન કરી લાભને બદલે હાનિ પ્રાપ્ત કરી શકે છે. મસહિષ્ણુતાવાળે મનુષ્ય મતભેદે ઉદારભાવ રાખીને જેનકેમ અને જેનધર્મની સેવામાં આગળ વધી આત્મોન્નતિની સાથે મહાસંઘન્નતિમાં આત્મભાગ અને આત્મભેગ સમર્પવા વિશેષતઃ સમર્થ થઈ શકે છે. મતભેદને સહા વિના એકબીજાની સાથે હાથે હાથ મિલાવી
For Private and Personal Use Only