________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) સટી ગ્રામે નિર્વાણ પામ્યા. સર્વ મળી શઠ વર્ષાયુ ભગવી સ્વર્ગે ગયા.
પંચાયત્તમા પટ્ટધર શ્રીસિંહતિલકસૂરિ થયા. જેમના દર્શન થકી સર્વ પ્રકારનાં દુઃખ દૂર થઈ જાય એવા હતા. તે મરૂદેશે અઈવપુરનગરે આશાધર શેઠની ચાંપલદે ભાર્યાની કૂખે સંવત્ ૧૩૪૫ માં જન્મ્યા. સં. ૧૩પર માં દીક્ષા લીધી. સં. ૧૩૭૧ આનંદપુરે આચાચપદ મળ્યું. સં. ૧૩૯૩ માં ગચ્છનાયકપદ શ્રીપાટણમાં મળ્યું. સંવત્ ૧૩૯૫ માં શ્રી સ્તંભતીર્થે નિર્વાણ પામ્યા. સર્વ મળી પચ્ચાસ વર્ષાયુ ભેગવી સ્વર્ગ પહોંચ્યા.
છપન્નમા પટ્ટધર શ્રીમહેંદ્રસૂરિ થયા. તે વડગામને વિષે આશા નામે શેઠની જીવાદે ભાર્યાની કૂખે સં. ૧૩૬૩ માં જન્મ્યા. સં.૧૩૫ માં શ્રીવીજાપુરે દીક્ષા લીધી. સં. ૧૩૩ માં અણહિલપુરપાટણે આચાર્યપદ પામ્યા. સં. ૧૩૯૮ માં ખંભાત બંદરે ગ૭નાચપદ પામ્યા. એકદા મરુસ્થલે ના ગ્રામે શ્રાવકે
For Private and Personal Use Only