________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૧૫) લેકે! તમે વિધિપક્ષગચ્છનું નામ અનુસરે, અને એ ગચ્છના માર્ગને અનુસરી ક્રિયાપ્રમુખમાં પ્રવર્તી કે જેમ સંસાર સમુદ્ર થકી તરીને પાર પામે, એવી વાણી સાંભળી અંતરાય કરવા આવનારા જનનાં વદન શ્યામ થઈ ગયો, અને હજારે શ્રાવકે તિહાં વિધિ સહિત શુદ્ધ ક્રિયાનું આચરણ કરવા તત્પર થયા. શુદ્ધ સિદ્ધાંત માર્ગ આદરતા હવા. એ વિક્રમ સંવત્ ૧૧૬૯ મે વર્ષે શ્રીવિધિપક્ષગચ્છ નામ સ્થાપન થઈને એને મહિમા વિસ્તાર પામ્યું.
વળી દેવીએ પ્રથમ પાવાગઢની ઉપર ઉપાધ્યાયજીને એવું કહ્યું હતું. જે સ્વામી તમેં ભાલેજનગર જાજે. તિહાં યશોઘન ભણસાલીયે દેરાસર કરાવ્યું છે, તેના મહોત્સવ ઉપર શ્રીસંઘ આવશે તેના તંબૂમાં તમને શુદ્ધ આહાર મળશે, તે લેજે. તમારાથી શ્રીજિનશાસનને માટે ઉદય થાશે, માટે અનશન કરશે માં. તે દેવીના કહેવા પ્રમાણે પ્રભાતે તિહાં સંધ આવ્યું. તેમણે સાધુને વહેરવા માટે વિનંતી કરી
For Private and Personal Use Only