________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) વર્ષ યુગપ્રધાનપદવી. શ્રીવીરનિર્વાણ પછી ૧૫૬ વર્ષ, ૯૦ વર્ષનું આયુષ્ય ભગવી સ્વર્ગે ગયા.
૮ શ્રીભદ્રબાહુસ્વામી–પ્રાચીન ગોત્રીય, ૪૫ વર્ષ ગ્રહસ્થાવાસ, ૧૭ વર્ષ સામાન્ય વ્રત પર્યાય, ૧૪ વર્ષ સુગપ્રધાનપદવી, શ્રીવનિર્વાણ પછી ૧૭૦ વર્ષ, ૭૬ વર્ષનું આયુષ્ય ભોગવી સ્વર્ગે ગયા. તેમણે દશ નિર્યુકિતઓ તથા કલ્પ-વ્યવહાર–દશાશ્રુતસ્કંધ આ ત્રણ નવમા પૂર્વમાંથી ઉદ્ધાર કરી બનાવ્યા. તેમજ મરકીને ઉપદ્રવનિવારણ કરવા માટેઉવસગ્ગહર સ્તોત્ર રચ્યું. એ સમયમાં બાર દુકાલી પડી હતી. તેમણે શ્રીસ્થૂલભદ્રજીને દશ પૂર્વ અર્થ સહિત અને ચાર પૂર્વ મૂલ ભણાવ્યાં હતાં.
૯ શ્રીસ્થૂલભદ્રસ્વામી–પાટલીપુરમાં જન્મ, ત્ર ગૌતમ, જ્ઞાતિ નાગર બ્રાહાણ, પિતા શાકડાલ, કે જે નવમા નંદરાજાના મંત્રી હતા, માતા લાલ દેવી, ૩૦ વર્ષ ગૃહસ્થપણે, ૨૪ વર્ષ સામાન્ય વ્રત પર્યાય, ૪૫ વર્ષ યુગપ્રધાનપદે. શ્રીવીર નિર્વાણ પછી
For Private and Personal Use Only