________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
પાસે એક જાનું ગામ ભાવફેર નામે છે તે અસલ પ્રાચીન નગર હતું. તે નગરથી અથવા બીજા કઈ ગામથી ભાવલહેર ગચ્છની ઉત્પત્તિ થઈ હોય તે વિચારવા યોગ્ય છે. મારવાડમાં ચૈત્રવાલનગરમાં નગરને નામે ચેત્રવાલ ગચ્છની ઉત્પત્તિ થયેલી છે. વાગડ દેશના નામે પ્રસિદ્ધ સાધુએથી વાગડ ગચ્છની ઉત્પત્તિ જણાય છે.
મારવાડમાં આવેલા ભિન્નમાલ નગરથી ભિન્નમાલગચ્છની ઉત્પત્તિ થઈ સંભવે છે. શ્રીધર્મષસૂરીથી ધર્મઘાષ ગચછની ઉત્પત્તિ થઈ સંભવે છે. રત્નાકરસૂરિથી રત્નાકર ગચ્છની ઉત્પત્તિ થઈ સંભવે છે. કમશાએ સિદ્ધાચલને ઉદ્ધાર કરાવેલ છે તેને ઈતિહાસ શ્રી જીનવિજ્યજી તરફથી પ્રગટ થયેલ છે. તેમાં રત્નાકરછ સંબંધી હકીકત લખેલી છે. જેસલમેરમાં ખરતરગચછ વગેરે શાખાની ઉત્પત્તિ થઈ છે. રિલિદ્રા ગામના નામે ચાલદ્વાગચ્છની ઉત્પત્તિ થઈ છે. ને તે ગામ ઘાણે ભાગે મારવાડ અથવા ગુજરાતમાં
For Private and Personal Use Only