________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૯)
આ ગ૭માં રાસિલસૂરિના શિષ્ય જીવદેવસૂરિ અને જીવદેવસૂરિના શિષ્ય જિનદત્તસૂરિ થયા. તેમણે વિવેકવિલાસ, શુકનશાસ્ત્ર વગેરે અનેક ચમત્કારિક ગ્રન્થો રચ્યા છે. પરકાય પ્રવેશ કરવામાં તે કુશલ હતા. વિ. સં. ૧૨૭૭ માં નિકળેલ વસ્તુપાલના સંઘમાં તે હાજર હતા.
ઉકેશ૭–ઉકેશગ૭માં દેવગુપ્ત વગેરે મહા વિદ્વાન સૂરિ થએલ છે અને તેઓએ અનેક ગ્રન્થોને લખી જેન જગત્ પર ઉપકાર કર્યો છે. દેવગુપ્તસૂરિના શિષ્ય કક્કરિ થયા. કક્કરિના શિષ્ય સિદ્ધસૂરિ થયા. શ્રીકક્કસૂરિ વિ. સં. ૧૧૫૪ માં ર્વિઘમાન હતા. કક્કસૂરિએ હેમચંદ્રાચાર્ય તથા કુમારપાળની પ્રેરણાથી ચૈત્યવાસીઓને હરાવી ગ૭ બહિર કર્યા. શ્રી કક્કસૂરિએ મીમાંસા, જિન ચૈત્યવંદન વિધિ અને પંચ પ્રમાણિકા નામના મહાન ગ્રન્થ બનાવ્યા છે. ઉકેશગચ્છમાં કક્કસૂરિના શિષ્ય જિનચંદ્રગણિ થયા. તેમનું બીજું નામ દેવગુપ્તસૂરિ અને ત્રીજું કુલમંડ
For Private and Personal Use Only