________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) મહાવીર છે ભકતેના બેલી, રહાર કરતા જે હરે છેલ્લી. સંકટમાં સમસ્ય ઉગારે, દુઃખ સાગર પાર ઉતારે;. મહાવીર પ્રભુ મુજ આંખે, નભ ઉડવા તેહ જ પાંખે. મહા. ૨
ને મહાવીર પર પ્રેમ લાગે, મારા દિલમાં મહાવીર જાગે; મારે મહાવીરથી છે સગાઈ, માતા પિતા મિત્ર ને ભાઈ. મહા. ૩, મારે મહાવીરને આધારે, આ શરણે હવે તે ઉગારે; મેહું સત્ય મહાવીર સ્વામી, રહ્યા અંતર આતમરામી. મહા. ૪ દુઃખ કમેં થયાં સહુ સહીશુ, મુખે મહાવીર મહાવીર કહીશું; મારે સહુમાં મહાવીર જવા, નામ રૂપના ભેદે એવા. મહા. ૫ જેનું સર્વ વિશ્વપર રાજ, જેહ પલકમાં સારે કાજ; મહાવીર અરિહંત નામ, જપવું બીજું નહીં કામ. મહ. ૬ ભૂત, ભૂતમાં મળી શમાશે, મારે આતમ મહાવીર થાશે; બહિર અંતર મહાવીર સ્વામી, રૂપા રૂપીને નામી અનામી. મહા. ૭ જનધમતણે રખવાળ, સહુ વિશ્વતણે પ્રતિપાળ; મારી દષ્ટિ આગળ તરી આવે, પ્રેમ ભૂખ્યાની ભૂખ શમાવે. મહા. ૮ અમે મહાવીરના વેચાયા, વીર માટે મનવચકાયા; મરે દેહ અમર અમે થઈયા, ચિદાનન્દ મહાવીર લહિયા. મહા. ૯ શુદ્ધ પ્રેમથી વ્યકત જે થાવે, જેહ મળતાં બીજું ન ભાવે, બુદ્ધિસાગર મહાવીર મળિયા, મારા સર્વ મનોરથ ફળિયા.
મહાવીર. ૧૦
મહાવીરના ભકતેની ગુંડળી.
ભકિત એવી રે ભાઈ એવી. એ રાગ. મહાવીરના ભક્ત તે જાણે, જેની શ્રદ્ધા પૂર્ણ પ્રમાણે, સર્વ કર્તવ્ય કાજને કરતા, નિલેષપણું દિલ ધરતા. મહાવીર. ૧
For Private And Personal Use Only