SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૫) સહિ તુમ સેવે રે, કલ્યાણક ઉપકારી, સંયમને સેવે રે, આતમને હિતકારી. કાંતિક સૂર અમૃત વયણે, પ્રભુને એમ સુણાવે; બૂઝબૂઝ જગનાયક લાયક, ઈમ કહીને સમજાવે. સહિ. ૨ એક કોડને આઠ લાખનું, દિન પ્રત્યે દિયે દાન ઈણ પરે સંવત્સર લગે, લઈને દીન વધારે વાન સહિ. ૩ નંદિવર્ધનની અનુમતિ લઈને, વીર થયા ઉજમાલ; પ્રભુ દીક્ષાને અવસર જાણ, આવ્યા હરિ તત્કાળ. સહિ. ૪ થાપી દિસી પૂરવને સાહમા, દીક્ષા મહોત્સવ કીધે; પાલખીએ પધરાવી પ્રભુને, લાભ અનતે લીધે. સહિ. ૫ સુરગણુ નરગણુને સમુદાય, દીક્ષાયે સંચરીયા, માતા ધાવ કહે શિખામણુ, સૂર્ણ ત્રિશલાના નાનડીયા. ૬ મેહ મલને જેર કરીને, ધરજે ઉજજવલ ધ્યાન, કેવલ કમળા વહેલી વરજે, દેજે સુકૃત દાન. સહિ. ૭ ઈમ શિખામણ સુણતે સુતે, સુણતે બહુ નર નારી; પંચ મુષ્ટીને લેચ કરીને, આપ થયા વ્રત ધારી. સહિ. ૮ ધન્ય ધન્ય સિદ્ધારથ નંદન, ધન્ય ત્રિશલાના જાયા; ધન્ય ધન્ય નંદિવર્ધન બંધવ, ઈમ બેલે સુરરાયા. સહિ. ૯ અનુમતિ લેઈ નિજ બંધવની, વિચરે જગદાધાર, સુમતે સુમતા ગુપ્ત ગુસા, જીવદયા ભંડાર. સહિ. ૧૦ સિંહ સમેવડ દુર્ધર થઈને, કઠિન કમ સહુ ટાળે; જગ જયવતે સાશન નાયક, ઈણ પરે દીક્ષા પાળે. સહિ. ૧૧ દીક્ષા કલ્યાણક એ ત્રીજું, સહિ તુમે દિલમાં લાવે. એમ વધાવે ત્રીજો સુંદર, દીપ કહે સહુ ગાવે. સહિ. ૧૨ For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy