SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાંરે મહારે ફાગણ માસે આયુ ન ગાળે ફેક જે, ફરી ફરીને ફસીએ નહિ માન પાશમાંરે લોલ; હારે હારે ચિતર માસે રાખે ચિત્તની શુદ્ધિ જે, પરિહરને ચિત્તની ચંચળતા સહુ લેલ. હાંરે મહારે વૈશાખ રાખે મનમાં વૈરાગ્ય જે, વિવેક દષ્ટિ રાખી કારજ સહુ કરેરે લેલ; હરે મહારે જેઠ માસમાં જડશે આતમ રત્ન જે, જોર જુલમને વૈર ઝેરને વારીએરે લેલ. હાંરે મહારે આષાઢે અનતરમાં ઉતરે બેશ જે, પાપાર ત્યાગી સંવર આદરે લોલ; હાંરે મહારે શ્રાવણ માસે પર્વ પજુસણ આય જે, સમતા રાખી કીજે કરણું ધર્મની રે લોલ. હારે હારે ભાદરવામાં ભય નાસે સહુ દૂર જે, ખમત ખામણે જ સર્વ ખમાવીએ રે લોલ; હાંરે મહારે આ માસમાં શુભ અજવાળી રાત જે, ધર્મ ધ્યાન ભક્તિમાં દિવસ ગાળીએ રે લોલ. હાંરે મહારે બાર માસને રાખેને રેજિમેળ જે, સરવૈયું કાઢે શુભ આતમ ધર્મનું તેલ . હારે હારે સદ્ગુરૂ વાણું સુણીએ ધરી બહુ પ્રેમ, ગુરૂની વાણું મીઠી સાકર શેલડી લેલ. હારે હારે આતમ ધર્મને લાગે રંગ મજીઠ જે, સમકિત શ્રદ્ધા વાસિત આતમ અનુભવ્યરે લોલ; હારે હારે આનંદના ઉભરા ઘટમાં ઉભરાય છે, બુદ્ધિસાગર સશુરૂ વાણી સાંભળી લેલ, For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy