________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮ )
અતર દષ્ટિથી આતમ અજુવાળે જે, અતિચારને પ્રતિક્રમણથી ટાળે જે; સુખ દુખમાં વૈરાગ્યે સમભાવે રહે જે. જિનશાસનની શભા નિત્ય વધારે છે, આપ તરે ને બીજાને વળી તારે જે,
ધ્યાનદશામાં જીવન સઘળું ગાળતા જે. જિનવાણી અનુસારે દે ઉપદેશ જે, ઉદયે આવ્યા ટાળે રાગ ને દ્વેષ જે; શાંત દશાથી અનુભવમંદિર હાલતા જે. માન કરે કે ઈ મનમાં નહિ મલકાય જે, જશ અપજશમાં સમભાવે મુનિરાય જે; જ્ઞાન ધ્યાનથી મનમર્કટને વશ કરે છે. ચઢતે ભાવે સંયમ સાચું શેધ જે, દિન પ્રતિદિન સંયમમાંહિ બોધ જો; નિરૂપાધિપદને સુખ અનુભવ લેહેજે. કરે ન નિન્દા ષથકી તલભાર જે, ધર્મ કરીને સફળ કરે અવતાર જે; એવા મુનિવર વદો ઉત્તમ ભાવથી જે. મુનિવરની ભકિતથી મીઠા મેવા જે, કરવી ભાવે મુનિ ગુરૂની સેવા જે; બુદ્ધિસાગર સગુરૂ મુનિ આધાર છે જે.
For Private And Personal Use Only