________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધાળુ ૨
શ્રદ્ધાળુ. ૩
શ્રદ્ધાળ. ૪
( ૩૯ ) જિનવર દેવ ગ્રહ્યાથી તેહ સનાથ છે, અનાથ નહીં કહેવાતે શ્રાવકપુત્ર જે કરે કમાણી ન્યાયવૃત્તિ સંસારમાં, સંતે ચલાવે છે ઘરનું સૂત્ર જે. મુનિની પાસે વ્રત ઉચ્ચરતે ભાવથી, લીધાં તેવાં વ્રત પાળે ગુણવાન જે; સાધમને દેખી મન હરખાય છે, ભક્તિથી કરતો તેનું બહુમાન જે. સત્ય મનોરથ મુનિવ્રતના દીલમાં કરે, કારાગૃહ સમ જાણે આ સંસાર જે; જલ પંકજવતુ જ્યારે અતથી રહે, ધન્ય ધન્ય તેવા શ્રાવક અવતાર જે.
વ્યવહારે સમતિની શ્રદ્ધા સાચવે, જિન ધર્મની વૃદ્ધિમાં લયલીન જે; સાત ક્ષેત્રમાં લક્ષમી ખર્ચે ભાવથી, સંકટ પડતાં કદી ન થાવ દીન જે. સદગુરૂ મુનિને ખમાસમણ દે ભાવથી, ગુરૂસાક્ષીએ કરતા પ્રત્યાખ્યાન જે; પ્રતિક્રમણ સામાયિક સમજીને કરે, ધર્મ કર્મમાં નિશદિન રહે ગુલતાન જે. નિન્દા લવરી ચાડી ચુગલી નહિ કરે, પ્રિય સાચથી બોલે રૂડા બોલ જે; ચારી જારી પાપ કરે નહિ સ્વપ્નમાં, જૈન ધર્મને વધતે તેથી તેલ જે. જિનપ્રતિમાને પૂજે જે બહુમાનથી, જિનની આણએ સમજે તે ધર્મ જે;
શ્રદ્ધાળુ. ૫
શ્રદ્ધાળુ. ૬
શ્રદ્ધાળુ ૭
For Private And Personal Use Only