________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩) હરીયાળી.
સખીરે મેં તે કતિક દીઠું–વજી સ્વામી છ માસના આશરે હતા
તે વારે સુનંદાએ ધનગિરિ સાધુને આપ્યા. તે સાધ્વીના ઉપાશ્રયે પાલણે સુવારીને શ્રાવિકાઓ હિંચળતી થકી હાલરડાં ગાતી માં માંહે સખીઓને કહે છે કે હે સખી!
મેં કૈતુક દીઠું. સાધુ સરોવર ઝીલતારે–સ્નાન વજર્યું છે તે પણ મુનિ સમતા જળ
ભરેલા ઉપશમ સરોવરમાં ઝીલે છે. સ. નાકે રૂપનિહાલતારે—તપસ્યા કરી સંભિન્ન શ્રેતાદિક લબ્ધિ
એ ઉપજી છે તેવા મુનિ તે આંખ મીંચી હોય ને નાશિ
કાએ કરી નેત્રનું કામ કરે રૂપાદિક જુવે. સ. લોચનથી રસ જાણતા–નેત્રે કરી સેન્દ્રીનું કામ કરે એટલે
દીઠા થકી–મીઠે–ખાટો રસ માલમ પડે. એકેદ્રીએ પાંચે
ઈદ્રીનું કામ કરે પુનઃ પાંચ ઈદ્રિનું જ્ઞાન થાય, સ. મુનિવર નારીસું રમેશે. ગા. ૧—વિરતિરૂપી જે નારી તે સાથે
મુનિરાજ સદૈવ નિરંતર રમે છે. સ. નારી હીંચોળે કંથનેર–સમતા સુંદરી તે નારી પિતાને આત્મા
રૂપી જે ભર તેને ધ્યાનરૂપ હીંચોળે બેસારીને હીંચળે છે. સ. કંથ ઘણું એક નારીનેરે–તૃષ્ણારૂપીણ જે સ્ત્રી તેણે જગતના
| સર્વ જીવને ભર્તારૂપે કર્યા છે સર્વને પરણું છે. સ. સદા યેવન નારી તે રહે–વળી મેટુ કૌતુક છે કે તૃષ્ણાનારીને
પરણેલા અનેક સંસારી જીવે મૃત્યુ પામ્યા પણ તે સ્ત્રી સદા
વનવન્તી છે. કદાપિ વૃદ્ધપણું પામેજ નહીં. સ. વેશ્યા વિલુદ્ધા કેવલી. ગા. ૨–મુક્તિ રૂપીણી સ્ત્રી અનંત સિ
ઢિયે ભેગવી માટે વેશ્યા તે સાથે કેવલજ્ઞાની લુબ્ધ થયા તે જીવે ફરી સંસારમાં આવતા નથી.
For Private And Personal Use Only