________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિવર૦ ૧
મુનિવર૦ ૨
ગહુલી. ૪૭ मुनिनो उपदेश.
( રાગ ઉપર. ) મુનિવરના ઉપદેશે મનડું વાળીએ, કહેણી જેવી રહેણી રાખો ભવ્ય જે, વત ઉચ્ચરીએ મુનિની પાસે પ્રેમથી, માનવ ભવનું સાચું એ કર્તવ્ય છે. શ્રવણ કરીને સાર ગ્રહો સિદ્ધાન્તના સદ્દવર્તનથી સુધરે નરને નાર જે, નિન્દા વિસ્થા પરપંચાત વારીએ, સત્ય ધર્મના કરીએ નિત્ય વિચાર જે બાર ભાવના ભાવ્યાથી છે ઉન્નતિ, કર્મવર્ગણ ખરે અનંતિ ખાસ જો; ઉલ આતમ થાશે વૈરાગ્યે કરી, પરપગીની છેડે સધળી આશ જે. ધર્મધ્યાનના પાયા ચાર વિચારીએ, આત્મરમણતા શુદ્ધ ચરણતા ધાર જે; પરમ મહેદય શાશ્વત લીલા સંપજે. વસ્તુ ધર્મના ઉપગે આધાર જે. વિષય કષાયે મદિરા સરખા જાણીને, વિરાગ્યે મન વાળીશુ નિર્ધાર જે; જ્ઞાનક્રિયામાં ઉદ્યમ નિશદીન રાખશું, ભેદ દૃષ્ટિથી ત્યાગીશું મમકાર જે. નય સાપેક્ષે જિનવર ધર્મારાધના, કરશે તે પામે સુખ નરને નાર જે; લાખ ચોરાશી પરિભ્રમણ દૂરે ટળે, મહામહને નાસે સર્વ વિકાર જે.
મુનિવર૦ ૩
મુનિવર૦ ૪
મુનિવર ૫
મુનિવર૦ ૬
For Private And Personal Use Only