________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
૨૯
*
*
*
* *
*
* *
*
*
*
એકજ મરે છે. એકલેજ કર્મ કરે છે. અને તેનું ફળ એકજ ભેગવે છે. જીવે અત્યંત મહેનત કરી જે ધન ઉપાર્જન કર્યું છે, તે ધન તે સ્ત્રી, ભાઈ, બેન, પુત્ર, અને સગાંસંબંધી પ્રમુખ ખાઈ જશે, અને ધન પેદા કરવામાં જે પાપકર્મ બાંધ્યા છે, તેનું ફલ તે તેને એકલાને જ ભોગવવું પડશે, અને નરક તિર્યંચ આદિ ગતમાં જઈ ભેગવવું પડશે, આ કેવું આશ્ચર્ય! તથા આ જીવ આ શરીરના પિષણ સારૂ રાત્રિદિવસ નાના પ્રકારના વિચાર કર્યા કરે છે, ભમે છે, દીનપણું ધારણ કરે છે, પારકી ગુલામગીરી કરે છે. કુલ મર્યાદા ઉલ્લેઘન કરે છે, ધર્મભ્રષ્ટ થાય છે, પોતાના હિતમાં ઠગાય છે, ન્યાયથી દૂર રહે છે, અન્યાયમાં પ્રવર્તે છે, મેહમાયામાં મુંજાય છે, પણ આ દેહ કૃત્રિમ મિત્ર સરખે પરભવમાં સાથે આવતું નથી. કહ્યું. 3 छ-समए समए जीव, जीवीआसाए सत्तचित्तेणं, जं पोसिध सरीरं, तंपि तुह न चेव साहीणं ।
સમયે સમયે હે જીવ! જીવવાની આશાએ આસાક્તમને કરી જે શરીરનું પિષણ કર્યું છે, તે શરીર પણ મરતી વખતે પરભવમાં તારી સાથે આવતું નથી. વિચાર કરે કે, આ દેહ અંતે પડે રહેશે. સગાંવહાલાં પણ સાથે આવનાર નથી. તે પિતાપિતાના સ્વાર્થમાં ચકચૂર છે. ભાઈ, માતા, અને નવગેરે જ્યારે પુદ્ગલમાંથી જીવ પરભવમાં જાય છે, ત્યારે પોતપિતાને સ્વાર્થ સંભારી રડે છે. પણ કઈ એમ રડતું નથી કે-હે પુત્ર, હે ભાઈ, હે પિતા, તમે પરભવમાં કઈ ગતિમાં ઉત્પન્ન થયા હશો? તમોએ અહિં કશું આત્મહિત કર્યું નહિં તેથી તમે પરભવમાં સુખ શી રીતે પામશે ? આવી રીતે કઈ રેતું નથી, પણ માતા એમ રૂદન કરે છે કે હાય હાય ! પુત્ર જે તું હયાત હોત તો મને રળીને આપત. સ્ત્રી પણ સ્વાર્થને રૂવે છે. એવો સ્વાથીઓ સંસાર છે.
બે પૈસા કમાઈને લાવતો હશે તે વાહ વાહ કરશે, પણ
For Private And Personal Use Only