________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી શ્રીમદ બુદ્ધિસાગરસૂરિ ન્યમાળાના ૮૩ મા ગ્રન્થાંક તરીકે ધ્યાન વિચારગ્રન્થની દિતીયાવૃત્તિ બહાર પડે છે. - પ્રથમવૃત્તિની પ્રસ્તાવના પણ સાથે આપી છે, જે શેઠ કસ્તુરચંદ વીરચંદની રહાયથી પ્રગટ થયેલ હતી. આ દ્વિતીયાવૃત્તિ શ્રી પેથાપુરના વેતામ્બર જૈન ગૃહસ્થ શા. ભગુભાઈ સુરચંદની વિધવા ઓરત બાઈ વીજીના સ્મરણાર્થે રૂા. પ૦૦ ની સહાય શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરના સદુપદેશથી તેમના કુટુંબીઓ મારફતે મલ્યાથી પ્રગટ કરવામાં આવી છે,
મંડળ પાસે આ કાર્ય માટે ફંડ નથી પણ શ્રીમાનો-જ્ઞાનની, રૂચિવાલા આ રીતે સહાય કરે છે ને મંડળ બને તેમ ઓછી કિંમતે સત જ્ઞાનનો ફેલાવો કરે છે માટે સહાયકના કુટુંબીઓને ધન્યવાદ આપવા સાથે, જે બંધુઓને આ રીતે મદદ મારફતે પ્રગટ થતા પુસ્તકો માટે સહાય કરવા ઈચ્છા થાય તેનું યથાર્થ ધ્યાન ખેંચવા રજા લઈએ છીએ કે પિતાના સ્નેહીઓના સ્મરણાર્થે આ મંડળ મારફતે પ્રગટ થતા ગ્રન્થમાં મદદ કરવા ચૂકશો નહીં.
લી૦
સં. ૧૯૮૧ કારતક સુદ ૧૫ /
અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડળ.
For Private And Personal Use Only