________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
૧૭
બીજ વ્રતનું સ્વરૂ૫:
प्रियं पथ्यं वचस्तथ्यं, सूनृतं व्रतमुच्यते ॥
तत्तथ्यमपिनो तथ्य-मप्रियं चाहितं च यत् ॥
ભાવાર્થ—જે વચન સાંભળવાથી બીજા મનુષ્ય ખુશી થાય તે વચન પ્રિય કહેવાય છે. તથા જે વચન, જીને પથ્યકારી હય,પરિણામે સુંદર હય, અર્થાત્ જે વચનથી આગળ જીવને સારું થાય, તથા જે વચન સત્ય હોય એવું જે વચન બોલવું તે સતત વ્રત કહીએ.
ત્રીજા વતનું સ્વરૂપ-માલેકના આપ્યા વિના જે લેવું તેને જે ત્યાગ તે અસ્તેયવ્રત કહેવાય છે. અદત્તાદાન ચાર પ્રકારનું છે, ૧ સ્વામિ અદા, ૨ જીવ અદત્ત, ૩ તથંકર અદત્ત, ૪ ગુરૂ અદત્ત. આ વ્રતમાં આ ચારે પ્રકારનું અદત્ત ગ્રહણ કરવું નહીં.
ચોથા મહાવ્રતનું સ્વરૂપ કહે છે–દેવતાના, મનુષ્યના, તિર્ય. ચના દારિક તથા વેકિય શરીર સાથે વિષય સેવન કરવું તેમજ બીજાઓ પાસે સેવન કરાવવું, તથા જે કરે તેને અનુમતિ આપવી, આ છ ભેદ મનથકી, વચનથી અને કાયાથકી એ રીતે અઢાર પ્રકારથી મૈથુન સેવનને ત્યાગ તેને બ્રહ્મચર્ય કહે છે.
૫ પાંચમા મહાવ્રતનું સ્વરૂપ કહે છે—ધનધાન્યાદિ નવનિલ પરિગ્રહને ત્યાગ, તથા પપુદ્ગલમાં જે મમત્વભાવ મૂછ–તેને જે ત્યાગ તે અપરિગ્રહવત કહેવાય છે. જેની પાસે પતાના શરીર વિના બીજી કઈ વસ્તુ નથી તેને પણ નિષ્પરિગ્રહપણું છે, એમ કહેવાય નહીં. કારણ કે તેને મમતા-મૂછ લાગી રહી છે; તેથી પરિગ્રહ અવત એમજ જાણવું. જે જ્ઞાન દ્વારા મૂછ ત્યાગ્યા વિના ત્યાગી થવાતું હોય તે કુતરાં ગધેડાં પણ ત્યાગી થવાં જોઈએ. પુર રાહ પુરા મૂછ તેજ પરિગ્રહ છે. જે સાધુની પાસે ધર્મ સાધન કરવાનાં વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ છે, પણ
For Private And Personal Use Only