________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૨૬
પત્ર સદુપદેશ.
મુ. પાદરા મધ્યે વકીલ શા. મેહનલાલ હિમચંદભાઈ ધર્મલાભ. અત્ર શારીરિક આરોગ્ય નરમગરમ વર્યા કરે છે. સર્વ જીવોના પ્રદેશોની સાથે આત્માના પ્રદેશની એક સરખી સમાનતા અનુભવાય અને આત્મપ્રદેશમાં લય લાગી રહે અને તેથી અન્ય પદાર્થોમાં શુભાશુભત્વ ન પ્રગટે એવી રીતે અન્તરમાં ઉપયોગ ભાવે ધ્યાન પરંપરાને સેવાય છે અને તેથી બાહ્યસંયોગો ગમે તેવા હોવા છતાં અન્તરમાં શુભાશુભ પરિણામ કેટલેક અંશે હળવાથી સહજાનન્દની ઘેનને અનુભવ થાય છે. સર્વ વિશ્વમાં આત્મપ્રદેશનું જ ફકત ધ્યાન કરાય છે. બે ત્રણ માસથી આવું ધ્યાન વિશેષ પ્રકારે કરાય છે તેથી આત્માની શુદ્ધપરિણતિ, સમભાવદશા, નવીન અનુભવ અને મુક્ત નિઃસંગદશામાં વૃદ્ધિ અનુભવાય છે. સર્વ આગમેનુ સાર જાણે એજ છે એમ અનુભવ થાય છે. બાહ્યવ્યવહાર જે કંઈ દવા આવે તે દવા છતાં અન્તમાં આ ધ્યાનથી શાન્તિ રહે છે. સર્વ જીવોના સર્વત્ર આત્મપ્રદેશ જ્ઞાનાદિકથી ભરપૂર છે એવું એક સ્થિરોપયોગે ધ્યાન કરતાં સર્વ જી પર શુદ્ધપ્રેમ, સવજીની સાથે ઐક્ય અને વૈરાદિ સંસ્કારોનો નાશ થતું હોય એમ અનુભવ આવે છે. આત્માના જ્ઞાનાદિગુણો વિના અન્ય કંઈ છે નહિ એવી દૃષ્ટિએ ધ્યાન ધરતાં વિશેષકાલ જાય છે ત્યારે બાહ્ય શરીર, રૂપ, નામ આદિનું ભાન ભૂલાય છે અને તેની સાથે પરમશાન્તિને આવિર્ભાવ થતે અનુભવાય છે. શરીરની નરમ દશા છતાં આત્માને કઈ રીતે બાહ્યમાં વા અન્તમાં સંતવમાં હાનિ દેખાતી નથી એવું દિવસમાં ઘણું વેળા અનુભવાય છે. આત્માને શુદ્ધ પગે આ જગતની બાજી અલોપ થઈ જાય છે. આ ભવમાં મુકિતસુખને આનુભવિક નિશ્ચય થાય છે, તેથી પરભવમાં આગળ વધાશે એમ નિશ્ચય થાય છે. લેખનપ્રવૃત્તિ, વાચનપ્રવૃતિ મંદ સેવાય છે. પત્રવ્યવહાર પ્રવૃત્તિ પૂર્વની જેવી તીવ્ર રહી નથી. સહેજે તથા પ્રસંગે જે કંઈ થાય છે તેમાં અન્તથી સમભાવ તથા સાક્ષીભાવ રહે છે, એ અનુભવ આવે છે. આધ્યાત્મિક પુસ્તકોના ભાવાર્થનું એકાંત શાંત સ્થળમાં ધ્યાન કરવામાં આવે છે ત્યારે હૃદયમાં એટલે બધે આનંદ ભાવ પ્રગટે છે કે તે કંઇ કહી શકાય વા લખી શકાય નહિ. એકાંત શાંત સ્થળો અને નિવૃત્તિને વિશેષ પ્રકારે ચાહું છું. આત્મામાં જેટલી રમણતા કરાય તેટલી કરી લેવી. તા. ૧-૧૨-૧૫
For Private And Personal Use Only