________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૯૨૧
ના
--
વહેચણ કરી સદ્ભત ધર્મમાં ઉપયોગી થશો. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય અને ઉપગનો વ્યવહારથી અને નિશ્ચયથી વિવેક કરીને આત્મપરિણામની શુદ્ધતા થાય અને તેવા ઉપગમાં રહેવાય તે માટે ખાસ લક્ષ દેશે. આ ભાના પર્યાનું સત્તાગ્રાહકનયની અપેક્ષાએ ધ્યાન ધરીને તલ્લીન થવાથી વ્યકિતની અપેક્ષાએ આત્માના જ્ઞાનાદિપર્યાયને આવિર્ભાવ અર્થાત્ શુદ્ધતા થાય છે. શુદ્ધપર્યાયનયની અપેક્ષાએ આત્માના ગુણ પર્યાના ઉપયોગમાં સ્થિર રહેવાથી આત્મપર્યાયોની શુદ્ધતા થાય છે. આત્માની જ્ઞાન પરિણતિમાં પોતાના આત્માની જેવી ધ્યેય દશા પરિણુમાવવામાં આવે તેવો આત્મા બને છે. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ ત્રણ કાલમાં એક સરખે આભા છે. ધ્યાન ધરવાની ઉપર પ્રમાણે બે યુકિત બતાવી તે પ્રમાણે ધ્યાન ધરીને આત્માના ગુણમાં તલ્લીન થવાથી પિતાના આત્માના શુદ્ધપર્યાય રૂ૫ પરમાત્મતા પિતાનામાં અનુભવાય છે. એવો અનુભવ ખરેખર તેમાં લીન થવાથી પ્રાપ્ત થાય છે. સિદ્ધાંતધારે ઉપયુક્ત ધ્યાનપરિણતિમાં તલ્લીન થવાથી આ કાલમાં તેને અનુભવ આવે તે યોગ્ય છે. ધર્મ સાધનમાં ઉપગની મુખ્યતા છે. તા. ૧૮-૧૧-૧૪.
મુકામ પાદરા વકીલ શા. મોહનલાલ હીમચંદ એગ્ય ધર્મ લાભ.
વિ. નીચે લખેલું પદ મનન કરશો. પ્રભુજી હને મળવા રે, જીવ મારે તલપી રહ્યા; હારા વણું ક્યાંય ન ગમતું રે, અકળાઈ હવે ખૂબ ગમે; તુજને મળવા કરવું ઘટે તે, કરતો પ્રેમે સર્વ; હવે શું કરવું બાકી રહીયું, કીધા ઉપાયો ખર્વ; મળે તે રીતે મળવા રે, ભક્તિભાવે ઉમા.
પ્રભુજી-૧ ભવતાપે તપીયું મન બહુલું, જે નહિ ત્યાં ચિત્ત; મહારૂં તે સહુ હારૂં કીધું, માગે શું મળવા વિત્ત ? આજીજી કરવી ઘટતી રે, તે તે સહુ કરી રહ્યા.
પ્રભુજી. ૨ વૃત્તિથી બાંધી તુજ માંહી; શ્રદ્ધા ભક્તિ બેશ; નિર્વત્તિથી તુજને મળવા, રૂચિ વધતી હમેશ, દિધાભાવ યોગે રે, પક્ષે ખૂબ વિરહે હૈ.. પ્રભુજી. ૩
116
For Private And Personal Use Only