________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ,
અનઃસુખ પ્રગટે છે. ઉપશમાદિ સમ્યગ દર્શનની સાથે વિરત્યાદિ ગુણ પ્રગટયા હેય છે તે તે કાલે સમ્યગ દર્શન કરતાં અનન્ત ગુણ વિશેષ સુખને અનુભવ આવે છે. એકલા સમ્યગ્દર્શનથી જડ ચેતનનું ભેદજ્ઞાન થતાં અનન્ત ગુણ આનન્દ વેદાય છે અને પશ્ચાત વિરતિ સમભાવમય આત્મા થતાં જે અનન્ત ગુણ સુખ ઉપજે છે તેને અનુભવ જાણવામાં આવે છે પણ કથી શકવામાં આવતો નથી. નેયિક દર્શન અને સમભાવની આનન્દમસ્તી પર આવેલા મસ્તાની સેવાથી સમ્યગ દર્શનની પ્રાપ્તિ થાય છે.
परभावमां पडवाथी हानि.
રાગવરૂપ પરભાવમાં પડવાથી મનની ચંચળતા થાય છે. પરભાવમાં પડવાથી ઈર્ષ્યા, ષ, નિન્દા, ખટપટ, ખંડન મંડન, અને પરના દોષ દેખવાની દૃષ્ટિને વ્યાપાર વગેરે દુર્ગુણો ઉત્પન્ન થાય છે અને તેથી વાસ્તવિક શાતિ પ્રાપ્ત થતી નથી. સાધુઓ પરભાવમાં પડીને રાગદ્વેષ વિકલ્પ સંકલ્પ શ્રેણિમાં ન પડાય તેની કાળજી રાખે છે અને સ્વસ્વભાવમાં રમણતા કરવા માટે મનુષ્યોના પરિચયથી અપ્રતિબદ્ધપણે વિચરે છે. આત્મજ્ઞાનપૂર્વક નૈઋયિક ચારિત્રય પરિણતિવડે પરિણમિતસાધુ, વ્યવહાર ધર્મ ક્રિયાઓને સ્વાધિકાર પ્રમાણે કરતો છતો પરભાવ રમણરૂપવિકલ્પ સંકલ્પ પ્રપંચ ન પડાય. તેને ઉપયોગ રાખે છે અને પરભાવ રમણ વિકલ્પ સંકલ્પના કારણોના સમૂહ મધ્યે સ્થિત છતાં પણ તેમાં નૈઋયિક ચારિત્રપરિણતિબળવડે પમ્ભાવમાં પડી શકતો નથી. આવી સ્થિતિ પ્રાપ્ત કર્યા કરવી એ સમાધિજ છે.
નિર્ભય સ્વરૂપ આત્મા છે. ભય એ આત્માને શુદ્ધ ધર્મ નથી તેથી ગમે તેવી અવસ્થામાં પિતાના આત્માને નિર્ભય રાખવો. દેહ અને દશ્ય પદાર્થોમાં હું એવી સ્કરણ ઉઠે છે તેમાંથી હું એવી વૃત્તિ કાઢી નાખવાથી આત્માની શુદ્ધતાનો અનુભવ આવે છે. દુનિયાથી કદિ બીવું નહિ. પિતાના આત્મધર્મને ખ્યાલ કરે એજ ઉત્તમ લક્ષ છે. જ્ઞાનીને અનેક વિપત્તિયો આવે છે પણ તે વિપત્તિને ગણતો નથી, કારણ કે વિપત્તિયોથી પોતે ઘડાય છે અને પોતાના જ્ઞાનને પકવ કરી શકે છે. જ્ઞાનવડે અનેક પદાર્થો દેખી શકાય છે તેથી જ્ઞાનીને આનન્દ થાય છે. બાહ્યની ગમે તેવી વિપત્તિના પ્રસંગમાં પિતાના આત્માને બાહ્યની અસર થતી નથી એમ દૃઢ ભાવ ધારવો. પિતાના સંબંધી અર્થાત બાહથી શરીરના સંબંધને લેઈ નામોચ્ચારણ
For Private And Personal Use Only