________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८७६
પત્ર સદુપદેશ.
નાના
-
-
-
-
કરે તે પ્રતિદિન નો અનુભવ મેળવતે રહે, અને તેથી તે અનુભવજ્ઞાન વધારીને આનન્દમય જીવન કરી શકે. ૩ રૂ શાન્તિઃ શાન્તિઃ શાનિતઃ
( તા૧૯-૮-૧૯૧૧ ) શ્રાવણ વદિ
મુંબાઈથી લેવિ . સાંવત્સરિકક્ષમાપનાને તમારો પત્ર આવ્યો. તે પ્રમાણે અમે પણ તમને ખમાવ્યા છે. તમે પણ ખમશે. ક્ષમાવવાને ઉપગ વારંવાર ધારણ કરવું જોઈએ. ઉચ્ચપ્રેમ અને ઉચ્ચદયા જે હૃદયમાં હોય છે, તોજ હૃદયમાં ક્ષમાપના રહી શકે છે સોડાઑટરની બાટલીના ઉભરાની પેઠે ક્ષમાપનાને ઉભરે ઘણીવાર આવી શકે, પણ સદાકાળ ક્ષમાપનાનો પરિણામ જાગૃત રહે એમ ઉપયોગ રહેતો તે તે આચાર અને વિચારની ઉચ્ચતા કરી શકે છે, અને તે જગતમાં આદર્શ પુરૂષ બની શકે છે અને પોતાનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે.
( તા. ૩૧-૮-૧૯૧૧ )
સુરતથી લે–વિ. તમારો પત્ર હાલમાં બિલકુલ નથી. અત્ર આનંદ વર્તે છે. આત્માના ધર્મમાં રમતાં વિક્ષેપ થાય એવી અસરકારક ઉપાધિ હાલ તે નથી. તત્ર પણ આત્મભાવે રહેવાય એવાં આત્મદશાનાં સાનુકૂળ સાધન હશે. આત્માના આનન્દમાં રાગદ્વેષ આવરણરૂપે વર્તે છે, પણ જે તટસ્થ રહી સર્વ જાણવા દેખવામાં આવે, અને જે કરાય તેમાં અહંવૃત્તિથી વિકલ્પ સંકલ્પ ન પ્રગટે તે ઘણે અંશે આનન્દની દશા ભોગવી શકાય છે. ગમે તેવા પ્રતિકૂલસંગોમાં પણ વૃત્તિઓને કબજામાં રાખવાને અભ્યાસ પાડવામાં આવે છે, તે તે વખતે સ્થિરતાની કસોટીની આન્તરિક પરીક્ષા થઈ શકે છે. પ્રતિકૂલ સંગમાં પણ આત્માની તુલના કરી શકાય છે. બે પ્રકારના સંયોગોમાં ઇષ્ટત્વ અને અનિષ્ટત્વ ન કલ્પાય તે બે પ્રકારના સંયોગો હોય તો પણ શું ? સારાંશ કે આત્માની સામ્યતાને ઉચ્ચપ્રકારે ખીલવવી જોઈએ કે જેથી ગમે તેવા સંયોગોમાં પણ મગજ બોવું ન પડે
For Private And Personal Use Only