________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૪
પત્ર સદુપદેશ.
પામ્યા છે, અને પામશે. અને તમે અમે શુદ્ધબુદ્ધિથી પામીએ એમ ઈરછાય છે. એજ (તા. ૪-૭-૩)
માણસાથી લે—વિ. તમારે પત્ર પહેરો છે. વાંચી બીના જાણું છે. ગીતાનું પુસ્તક મોકલ્યું તે શેઠ હાથીભાઈ મુલચંદભાઈને આપ્યું છે. વિ. વકીલ દલપતભાઈ ઉપર કાગળ લખવાનું વકીલજી હીરાચંદભાઈને પત્ર આવ્યો તેજ છે. ઉપાધિ થાય તેમાં પિસવું નહિ; હું પણ જાણ હતો પણ કાગળ તેમણે કહ્યું હતું તેથી લખે છે. આત્મહિત ચિંતવવું તેજ સાર છે. આત્મા ઉપયોગે વતે તે ઉપાધિ લાગતી નથી, પણ અનુપયોગે તથા આત્મા જાણુને પણ પરમાં પ્રવેશ કરે છે. અનાદિકાળની ટેવ ટાળી આત્મા સ્વસ્વભાવે રમે તે શિવસુખ દૂર નથી. ધર્મકાર્ય લખશે. દિવસેને પ્રવાહ ગંગના પુરની પેઠે ચાલ્યો જાય છે, પણ આત્માપરથી ભાવ નિદા ઉઠે તે તે મુક્તિ પ્રાપ્તિ કરી શકે. ( તા. ૩–૮–૩).
માણસાથી લે–-વિઆજરોજ માસ્તર કેશવલાલ છગનલાલ અને આવ્યા છે, તેમને અભ્યાસ જીવવિચાર, નવતત્વ, દંડક, સંઘયણી વિગેરેને છે, તમારા ગામ લાયક છે. હવે તેમને અહિંથી કયારે મોકલવા તે લખશો? અમદાવાદ તમે આવ્યા હતા તે જાણ્યું છે. ધર્મસાધન કરશે. ત્રણ દિવસ પહેલાં દમ ઉપડયો હતો પણ હવે ઠીક છે. ચિંતા કરશો નહિ, યુગલના ધર્મ એવાજ છે. એમાં કોણ વિશ્વાસ કરે ? જેમ બને તેમ આત્મહિતમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. લાલભાઈ, કસ્તુરભાઈ, પાનાચંદ, ડાહ્યાભાઈ વિગેરે સર્વને ધર્મલાભ પહોચે. (તા. ૨૦–૮–૧૧).
For Private And Personal Use Only