________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गद्यसंग्रह-वक्तव्य.
જૈન સાધુ માર્ગની જીવન યાત્રામાં પ્રસંગોપાત્ત જે જે વિચારાયું, જે જે બાબતોને ઉહાપોહ થયો તે સંબંધી વિચારોની નોંધ કરેલી તેને વિશ્વ સમક્ષ મૂકવામાં આવે છે. આત્માનું જે સત્ય છે તે સર્વનું છે અને સર્વનું જે સત્ય છે તે આત્માનું છે. જે આત્માના વિચારે પ્રગટે છે તે વસ્તુતઃ ગુપ્ત નથી. જ્ઞાનીઓની આગળ કંઈ ગુપ્ત નથી. સ્વાત્મપ્રિય વિચારોમાં સર્વ અધિકારી જનેનો ભાગ છે તેથી તે ફરજદષ્ટિએ તેને પ્રકાશ કરવા જોઈએ. રાજપીવાનામ્ એ ન્યાયે આપણું જે કંઈ સત્ય છે તેમાં સર્વનું ઉપગ્રહ તત્ત્વ સમાયેલું છે. અએવ વિશ્વજન સમક્ષ સ્વવિચારેને મૂક્યા સ્વાભાવિક પ્રવૃત્તિ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે, જે જે દૃષ્ટિએ, જે જે હૃદયમાં વિચારો પ્રકાશ્યા તે તે કાલ, ક્ષેત્ર, ભાવ, દશાને ધ્યાનમાં લેઈ ભવ્ય જીજ્ઞાસુ મનુષ્યો જો આ પુસ્તક વાંચશે તો તેમથી કંઈ ગ્રાહ્ય શિક્ષણીય તત્ત્વ મેળવી શકશે. અસૂર યાદૃષ્ટિથી, વ્યક્તિ પથી, પક્ષપાત દૃષ્ટિથી, દોષ દૃષ્ટિથી જેઓ આ પુસ્તક વાંચવા પ્રયત્ન કરશે તેમને ગુણને બદલે અવગુણુપણું પરિણમે તેમાં તેમની દષ્ટિને દેવ કારણભૂત છે. વિશ્વમાંથી સત્ય લેવું વા અસત્ય લેવું એ સ્વાત્મષ્ટિપર આધાર રાખે છે. ગુણરાગદષ્ટિ વા મધ્યસ્થષ્ટિ વિના વાંચનમાંથી વા ઉપદેશમાંથી સત્ય પ્રહાતું નથી. જેટલું લખાયું હોય તેટલું સર્વ એક વ્યક્તિને માટે હોય નહીં વા એક વ્યકિતને સર્વ રૂચે નહીં. અધિકાર પ્રમાણે રૂચે છે અને ગ્રહણ કરાય છે. જેટલી દષ્ટિ ખીલી હોય છે તે પ્રમાણે લખાય છે. તેમાંથી જેને જે રૂચે તે તેને ગ્રહણ કરવું અને જે ન રૂચે તેની ઉપેક્ષા કરવી, પરંતુ નકામી તકરારો કરી મલીન જીવન કરવું એ કોઈ રીતે મેગ્ય નથી. દુરાગ્રહે છુટયા વિના અને દુરાગ્રહ છેડવાનું આત્મબળ ખીલવ્યા વિના સત્ય ગ્રહોતું નથી. વાચકો ઉપર ઉપરથી કોઇ વિષય વાંચે અને તેના પર પૂર્ણ મન ન કરે તથા આજુબાજુના
For Private And Personal Use Only