________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
--
---
સ્વરૂપ વિચાર. હિંમત રાખ. કર્મથી જે જે થાય છે તે તે સમભાવથી સહનકર. જગતમાં મુસાફરે પિતાની મુસાફરી તપાસવી જોઈએ. ધમ સાધન કરશે. સંભારે તેને ધર્મલાભપત્ર જણાવશે. લિ. બુદ્ધિસાગરના ધર્મલાભ. સં. ૧૮૬૦ ના ચૈત્ર વદિ ૧૪.
મુકામ મુંબાઈ, બુદ્ધિસાગર, ભાવનગર સુશ્રાવક વ્રજલાલ દીપચંદ યોગ્ય ધમ લાભ. તમારો પત્ર આવ્યું. તમારા પિતાનું મૃત્યુ પામ્યું. કિન્તુ તમારે શક ન કરવો જોઈએ. સંસારમાં અનાદિકાળથી મનુષ્ય જન્મ, જરા, મૃત્યુના દુઃખથી દુઃખી થાય છે. જ્યાં ના ૩ર strગ વારે ઈત્યાદિ પદ આત્માને અત્યંત જાગ્રત કરે છે. વૈરાગ્યભાવથી આત્માને ભાવે. આ જગતમાં જે કંઈ બને છે તેમાં કંઈપણ આશ્ચર્ય જણાતું નથી. અસારસંસારને જાણી ધાર્મિક જીવન ગાળવું, તેજ શ્રેયસ્કર છે. આત્માની ઉચ્ચદશા કરવા માટે આધ્યાત્મિજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ, તે જ ધર્મની સામાકાંત આવશ્યકક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મતનું સભ્ય જ્ઞાન કરવું જોઈએ. ગૃહસંસારમાં ધર્મજીવન ગાળવું એ મહા મુશ્કેલ છે, છતાં પણ દેશથકી બારવ્રતને આદરી આત્મકલ્યાણ કરવું જોઈએ. હે ધર્મ સાધક ! અમૂલ્ય અવસરને પામી તેને મોહપ્રવૃત્તિમાં વ્યય ન કરવો જોઈએ. આ દુનિયામાં કોઈ અમર રહેનાર નથી. તે પ્રમાણે તમારા પિતાનું શરીર ગયુ, તેમના આત્માએ અન્ય ગતિમાં ગમન કર્યું, તમે શરીરની ચિંતા કરે છે કે આત્માની ? શરીર તે ગયું. આત્મા તે કર્યા કર્મ પ્રમાણે અન્ય ગતિમાં ગયે. તમારા પિતાના સગુણેને સંભાળીને તમે પણ સદ્ગણોને પ્રાપ્ત કરી. પરભવમાં ધર્મજ સાથે આવનાર છે, એમ નિશ્ચય છે. માટે વિવેદષ્ટિથી ધર્મમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મનાં પુસ્તકો વાંચીને આત્માને ઉચ્ચ કરશે. જે શાંતિઃ 3.
For Private And Personal Use Only