________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
વાથી ભરનિદ્રાની પેઠે નામ રૂ૫ આ સંસારને ભૂલી શકાય છે. પાંચ ઇન્દ્રિયો અને મનના બાહ્ય વ્યાપાર ટળે છે અને શુદ્ધ ચેતના વડે અન્તમુંબ વૃત્તિ થાય છે. આવી દશા થતાં મન અરુ આત્મામાં વળીને આત્માના ધર્મમાં લીન થાય છે અને અન્તર્મુખપયોગ વડે આત્માની ઉપાસના થાય છે. આત્માના અસંખ્યાત પ્રદેશોમાં પોતાને ઉપયોગ રહે છે અને તેમાં ઉપયોગની સ્થિરતા થતાં એકદમ ઝાકાર-ઝળહળ જ્યોતિનો પ્રકાશ થાય છે. આવો અનુભવ લેખકને આવ્યો છે. આત્માને પ્રકાશ થવાથી બે ઘડી સુધીતો એવો આનન્દ રહે છે કે જેનું વાણીથી વર્ણન કરી શકાતું નથી. ધ્યાતા-બેય અને ધ્યાન એ ત્રણની તે વખતે એકતા ભાસે છે અને આત્મતિના ઝાત્કારનો અનુભવ કદિ ટળતો નથી. આત્માને ઝાત્કાર થયા પશ્ચાત આખો દિવસ આનન્દની ઘેન રહ્યા કરે છે. ઘેર નિદ્રામાં જેમ બાહ્ય દૃષ્ટા-દશ્ય અને દશનનું ભાન રહેતું નથી તેમ શુદ્ધ વિવેક પ્રગટે છતાં અહં મમવરૂપ બાહ્ય દશ્યનું ભાન રહેતું નથી. આવી દશામાં સાક્ષીભૂત નિરહંકાર સુખરૂપે જે ભાસે છે તે જ પોતાને આત્મા છે, તીર્થયાત્રા તપ, જપ, પઠન, પાઠન, દીક્ષા, શિક્ષા અને ભિક્ષા વગેરે વગેરેથી જે સાધ્ય કરવાનું છે તે આત્માનું ભાન પ્રગટ થતાં સ્વયમેવ જણાય છે. અનન્ત કાળ પર્યન્ત તપ, જપ, અને જ્ઞાનાભ્યાસ કરીને આત્માને સાક્ષાત્કાર કરવાનો હોય છે. કાર્યની સિદ્ધિ થતાં કારણોની જરૂર રહેતી નથી. સુખરૂપ આત્માનો સાક્ષાત્કાર થવો એ ઉત્તમ સમાધિ છે. આત્મજ્ઞાનીઓની આવી દશા થયા પશ્ચાત્ જે કર્તવ્ય તેમને કરવાનું હોય છે તે શુદ્ધ વિવેકમાં ભાસે છે અને તેથી તે તે પ્રમાણે કરે છે.
નની કલ્પના આત્માને વિકાર કરી શકતી નથી.
नात्मनोविकृति दत्ते तदेषांनयकल्पना शुद्धस्य रजतस्यैव, शुक्तिधर्मप्रकल्पना॥११८॥ अ. सा.
आत्मनिश्चयाधिकार.
નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબદ, સમભિરૂઢ અને એવભૂત એ સાત નો અને તેના સાતસો ભેદની કલ્પના વા અસંખ્યાત નાની કલ્પનાથી આત્માને વિકાર થતો નથી. શ્રીમંદ ચિદાનન્દજી કથે છે કે
For Private And Personal Use Only