________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતક
-
ક
६.८४ સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
~~~~~ ~~~~~~~~~~~~ જૈનદર્શનનું બાહ્યાભ્યન્તર સ્વરૂપ અનવધનારાઓ જૈનદર્શનની મહત્તા આંકી શકવા સમર્થ થઈ શક્તા નથી. કેટલાક કુલાચારે રૂઢિથી જૈનધર્મ ગણાતા જેને જૈનદર્શનની સાપેક્ષાઓ અવધી શકતા નથી, તેથી તેઓ વસ્તુતઃ જૈનધર્મની આરાધનાથી વિમુખ રહે છે અને તેથી તેઓ આત્માના ગુણેની ઉત્ક્રાન્તિના ભાગે આત્મવીર્ય ફેરવીને સ્વયં વહવા તથા અને વહાવવા સમર્થ થઈ શકતા નથી. જે ભવ્ય મનુષ્યો જ્ઞાનની તીણતાએ અને વૈરાગ્યની તીણુતાએ મધ્યસ્થભાવે રહીને જૈનદર્શનની ઉપગિતા સંબંધી વિચાર કરે છે, તેઓ રાગાદિના નાશપૂર્વક મુક્તિપ્રદ જૈનધર્મ છે એમ અવબોધવા સલ્લુરૂ કૃપાથી સમર્થ થઈ શકે છે. એકેકનયની અપેક્ષાએ એકાતવાદે ઉસ્થિત ધર્મો એ વ્યષ્ટિરૂપ ધર્મો છે, અને સર્વનની પરસ્પર સાપેક્ષતા ધારણ કરીને સર્વ ધર્મોને પોતાનામાં સમાવનાર એ જૈનધમ એ ખરેખર વિશ્વવ્યાપક સમષ્ટિધર્મ છે.એમ અપેક્ષાએ અવબેધાય છે. રાગ, દ્વેષ, મેહ, મત્સર, શોક, પક્ષપાત, આદિ દોષોની જેમ જેમ ક્ષીણતા થતી જાય છે તેમ તેમ અનેકાન્તજ્ઞાન પ્રકાશે છે. જૈનધર્મ એ સર્વધર્મને સમષ્ટિધર્મ છે, એમ અનુભવ અંશે અંશે પ્રકટ જાય છે. વિશ્વવ્યાપક જૈનધર્મના વિચારોની વિશાળતા આકાશની પેઠે અપરિમિત છે. તેને અા મનુષ્યો સમજ્યા વિના પિતાની વૃત્તિના અનુસારે પરિમિત કરી શકે અર્થાત્ સ્વત્તિના અનુસારે વિચારે અને આચારોના લઘુ વર્તલમાં જૈન ધર્મને સમાવી દે તે તેમાં તે મનુષ્યની ભૂલ અવધવી. સ્યાદાદ તત્ત્વદ્રષ્ટિએ અનેકનને પરિપૂર્ણ અભ્યાસ કરનારા મધ્યસ્થજ્ઞાનિમુનિવરે જૈનધર્મનું અનન્તતારૂપ વત્લ કે જેમાં સર્વધર્મનાં વસ્તુને સમાવેશ થાય છે, તેને સમજાવવાને શક્તિમાન થાય છે. અનન્ત જ્ઞાન વલમાં સર્વધર્મ જ્ઞાન વર્તુને સમાવનાર એવા જૈન ધર્મને દ્રવ્યાનુયોગના શાસ્ત્રોઠારા સર્વ વિશ્વમાં પ્રસરાવવા પ્રયત્ન કરવો જોઈએ. સર્વનની સાપેક્ષવાળા જૈનધર્મના જ્ઞાનથી ધર્મના નામે વિશ્વમાં રક્તની નદીઓ વહેતી નથી. પિતાનાથી મહાના જીવોને પણ આત્મસમાન માનવાનું તે શિખવે છે. પિતાનાથી મોટા જીવોની ભક્તિ કરવાની પ્રવૃત્તિ શીખવે છે. સર્વ વિશ્વ પ્રાણીઓને મિત્રભાવે અવલોકવાનું કાર્ય જૈનધર્મ શિખવે છે. રાગદ્વેષાદિ દોષોને મારી હઠાવીને સત્યાન્નતિ કરવાની દિશા ખરેખર જૈનધર્મ દેખાડે છે. કઈ પણ મત અન્ય સમ્પ્રદાય ઉપર પણ તે મત વા વગેરેને ધારણ કરનાર મનુષ્યપર સામ્યભાવ, મૈત્રીભાવ, કરૂણભાવ ધારણ કરવાનું જૈનધમ શિક્ષણ આપે છે.
For Private And Personal Use Only