________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારો..
૬૧૭ -~-~ ~~~~-~~-~-~~-~~~-~ ~~-~~- ~~-~જ્ઞાન કરવું અને ચિત્તની સમાધિ રહે તેમ ધમનુષ્ઠાનમાં પ્રવૃત્ત થવું. સદા ઉત્સાહ પ્રેમભાવ અને સ્થિરતા સચવાય એવી રીતે ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી. પૂર્ણ શ્રદ્ધાથી ધર્માનુષ્ઠાન સેવવાં જોઈએ કે જેથી આત્માના ગુણોનો આવિર્ભાવ થાય. શુભ પરિણામની શુદ્ધિ અને તેની વૃદ્ધિ એજ ધર્માનુષ્ઠાનને મુખ્ય રસ છે. માટે એ રસને નાશ ન થાય એમ પ્રવāવું. શુભ પરિણામની શુદ્ધિ અને તેની વૃદ્ધિ એ જે ધર્માનુષ્ઠાનમાં મુખ્યપણે વર્તતાં હોય તો ગમે તેવું અનુષ્ઠાન લાભ આપવા સમર્થ થાય છે. આત્માના ઉલ્લાસ પરિણામ વર્તતા હોય તે જ બાઘક્રિયાનું સાફલ્ય થાય છે, દરેક ધર્માનુષ્ઠાન-ક્રિયા કરતી વખતે પિતાના આત્માના પરિણામની ઉજજવલતા તરફ લક્ષ દેવું. આત્માને શુભ પરિણામ વૃદ્ધિ પામતું હોય ત્યાં ધર્માનુષ્ઠાન હોય છેજ, આ સંબંધી અનુભવ કરતાં ઉપર પ્રમાણે અનુભવ થાય છે.
लिखना पढना बाचना, ए सब बातां सहेल कहणी जैसी रहेणी रख, ओ बडी मुश्केल ॥ १॥
(બુત ) જેવી કહેણી તેવી રહેણી એ પ્રમાણે વર્તવાથી પિતાની ઉન્નતિ થાય છે. લખવું. વાંચવું, ભણવું, ઉપદેશ દે એ સર્વ કૃત્યે સહેલ છે એમ ખરેખર પ્રત્યેક મનુષ્યને સાંસારિક અનુભવોથી અનુભવ થાય એમાં સંશય નથી, સાધુઓ અને સાધ્વીઓ કહેણી પ્રમાણે રહેણથી શોભી શકે છે. જેટલા મનુષ્યો ચારિત્ર્ય સંબંધી કંઈને કંઈ કળે છે તે પ્રમાણે જે તેઓનું વર્તન રહે તે તેઓ પિતાની ઉન્નતિ કરી શકે છે, લચકદાર મનહર આકર્ષણીય ભાષણ કરતાં જે જે વિચારો પોતાને રચતા હોય તે પ્રમાણે વર્તવું એ જ કલ્યાણકારી છે. ચારિત્ર્યને આચારમાં મૂકનાર મનુષ્ય ખરેખર આદર્શ પુરૂષ તરીકે ગણાય છે. બાહ્યક્રિયાઓથી સાધુ ચેષ્ટાઓને કરી શકાય અને અન્યને ઠગી શકાય પરંતુ તેથી વનું તથા પરનું શ્રેય થઈ શકતું નથી. યમ નિયમાદિ વ્યવહાર અને નિશ્ચય ચારિત્ર્યમાં પરિપૂર્ણ સ્થિર રહેવું એજ પિતાની વાણીને શોભાવનારું કૃત્ય છે, આત્માના ગુણમાં સ્થિર થવું એજ સર્વ વાચનાદિનું ફળ છે માટે નકામા કુથલી, વાર્તા, ચર્ચા અને
For Private And Personal Use Only