________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારો.
શિષ્ટ જાતિ તરીકે સ્થિતિ કાયમ થાય છે. આ પ્રમાણે પ્રાયઃ પ્રત્યેક ગુણની વંશપરંપરાની પ્રવૃત્તિ સામાન્યતઃ અવલકાય છે.
આત્માની શક્તિને પ્રગટ કરવાને દરેક મનુષ્ય પિતાની રૂચિ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. આત્માની શક્તિની પ્રાપ્તિમાટે બાહ્ય અને આન્તરિક કારણેની સામગ્રીની આવશ્યકતા સિદ્ધ કરે છે. આત્મામાં દરેક શક્તિના સૂમ બીજે રહ્યાં હોય છે. આત્માની શક્તિોને પ્રગટાવવી હોય તે પ્રથમ તેઓનું જ્ઞાન કરી તેઓને નિશ્ચય કર જોઇએ. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે આત્માના ગુણની પ્રવૃત્તિ તે તે શક્તિ રૂપે ગણાય છે. જગતમાં પ્રસિદ્ધ દેવીઓના નામની આધ્યાત્મિક દષ્ટિએ વ્યુત્પત્તિ કરીને આત્માની શક્તિને તેઓનાં નામે લાગુ પાડી શકાય છે. ચાદ રાજકના આકારે મનુષ્ય શરીરની રચના બને છે, તેથી મનુષ્ય રજોગુણદિન ક્ષય કરીને આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણે પ્રાપ્ત કરી મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. આત્માના ગુગને એકવાર જેઓને અનુભવ આવે છે તેઓને તેનો રંગ કદિ છૂટ નથી.
આત્મસમાધિમાં સ્થિરતા કરવા માટે નિરૂપાધિપણું અવશ્ય જોઈએ, ઉપાધિ અને સમાધિને પ્રતિકુલવ છે. ઉપાધિના સગોમાં મન-વાણી અને કાયાની રાંચલતા થાય છે, તેથી આત્માના શુદ્ધ સ્વરૂપમાં રિયરતા રહેતી નથી. આત્માને શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા કરવા માટે નિઃસંગપણનું સેવન કરવું नेय. होबत मन तन चपलता, जनके संग निमित्त, जन संगी
વે નફ, તારે મુનિ ઝામિત્ત. (શ્રીમદ્દ ઉપાધ્યાય ) મનુષ્યના સંસર્ગથી વૃત્તિને સક્ષોભ થાય છે, અને આત્મવિમુખ વૃત્તિ થવાથી આત્મવીર્ય ચલાયમાન થાય છે, માટે આત્મજ્ઞાનીએ સર્વસંગપરિત્યાગ તરફ વિશેષ લક્ષ રાખવું જોઈએ. આત્મમાં રમણતા કરવાથી આત્મવીર્યની સ્થિરતા થતાં સમાધિસુખ અનુભવાય છે. આ બાબતને અમુક વખતપર્યન્ત નિઃસંગતાથી અનુભવ થયો છે. બાવીસ પરિષહો વગેરે પરિષહાને સહન કરવાની શક્તિ પ્રગટે છે. ત્યારેજ આત્મસમાધિને સતત પ્રવાહ વહે છે. બહિર્મુખ પ્રવર્તતી વૃત્તિને આત્મામાં લીન કરી દેવી, અને વૃત્તિનાં બહિર્મુખ થવાનાં કારણેને ત્યજવાં. આમ કરવાથી ધીમે ધીમે સમાધિની
For Private And Personal Use Only