________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૫૫૫
woman
પરમાત્માને પામે છે. આ બધું અત્તમાં જોવાનું છે અને તે અન્તમાં અનુભવવાનું છે.
ભયાદિ અનેક પ્રકારની ચિન્તાઓ કરવાથી શરીરની આરેગ્યતાને નાશ થાય છે. હૃદયમાં ભીતિ ઉત્પન્ન થવાથી શરીર તથા આયુષ્યની હાનિ થાય છે. ભયચિન્તાઓના વિચારોથી મુક્ત થવાથી આયુષ્યને ઘાત થતું નથી. કીર્તિભય, અપકીર્તિભય, પ્રતિષ્ઠાહાનિભય, શરીરનHભય, વિત્તનાશભય વગેરે અનેક ભયમાંથી નિમુક્ત હૃદય થાય છે તે મન, કાયાની સ્વસ્થતા રહે છે. ભીરૂ મનુષ્યો લાંબું આયુષ્ય ભોગવી શકતા નથી. જગત્ તરફ મમત્વ અહેસ્વભાવથી જોવામાં આવે છે તો અનેક પ્રકારની માનસિક આધિ, ઉપાધિ. અને વ્યાધિની ઝાળમાં સપડાવાનું થાય છે. જગતમાં દઢાધ્યાસ જ્યાં સુધી છે ત્યાં સુધી જગતને મનની સાથે સંબંધ રહેવાથી મનની બહિર્મુખવૃત્તિ રહે છે અને તેની અન્તમુખવૃત્તિ થતી નથી. મનને જગતની સાથને સંબંધ છૂટે તેના ઉપાયે આત્મજ્ઞાન વગેરે છે. હૃદયમાં અધ્યાત્મજ્ઞાન જે પકવ પરિણામ પામે છે તે જગત સંબંધે ઉત્પન્ન થતો મમતાદિ અધ્યાસ છૂટી જાય છે અને તેથી મનની બહિર્મુખત્તિથી થતી એવી ચિન્તા, ભીતિ વગેરે સ્વયમેવલય પામે છે અને હૃદયમાં વાસ્તવિક નિર્ભયતા સ્થિર થઇ રહે છે. જ્યાં સુધી બહિર્મુખવૃત્તિથી રાગદ્વેષાદિ વિકલ્પ સંકલ્પમાં મન પ્રવૃત્તિ કર્યા કરે છે ત્યાં સુધી દુઃખને સાક્ષાત્કાર મનથી થાય એમાં આશ્ચર્ય નથી. સર્વ પ્રકારનું દૃશ્ય સંબંધે ઉત્પન્ન થતે રાગાદિભાવ ખરેખર બહિર્મુખવૃત્તિથી થાય છે. નિર્વિકલ્પસમાધિથી મનની અન્તર્મુખવૃત્તિ થાય છે, અને તેથી ઘોર નિદ્રાની પેઠે બાહ્ય પદાર્થોમાં મન ન વર્તવાથી મન પિતે આત્મામાં લય પામે છે અર્થાત આત્માના ગુણેની રમણતામાં મન જોડાય છે.
હઠગ અને રાગને મુખ્ય ઉદ્દેશ એ છે કે રાગદ્વેષાત્મક મનને નાશ થવાથી આત્મા પિતાના સુખને ભક્તા બને એવા ઉપાય બનાવવા. મનમાં થતા વિકલ્પ સંકલ્પને નાશ કરે, તે માટે યોગશાસ્ત્રની રચના થઈ છે. નિર્વિકલ્પ સમાધિમાં રહેવાથી સર્વ પ્રકારના ભય ખેદ અને દ્વેષ થકી આત્મા મુકત થાય છે, અને તેથી શરીરની આરેગ્યતા રહે છે, તથા આયુ
For Private And Personal Use Only