________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૧૮ ની સાલના વિચારે.
::::: * * --*--*--**--* --~
મૂઢત્વ રહ્યું હોય છે, તેઓ સૂક્ષ્મ બેધના અધિકારી થતા નથી. ઉપદેશક પર શ્રદ્ધા ભક્તિ વિના શ્રોતાઓને શ્રવણની સફલતા થતી નથી. મનુષ્યની ચેષ્ટાએથી જે મહાત્મા તેઓના હૃદય વિચારેની પરીક્ષા કરી શકે છે તે જ મહાત્મા પિતાના ઉપદેશ કાર્યમાં વિશેષતઃ વિજયવત નીવડે છે. મન-વાણી અને કાયાની ચેષ્ટામાં એકતા જેઓની હોય છે તેવા ઉપદેશકો પોતાના વિચારોને છાતાઓના હૃદયમાં વિદ્યુત વેગે ઉતારી શકે છે. આત્માના ગુણની પ્રાખિત માં ઉપદેશ લક્ષ દેવું. પોતાના ગુણો વડે જે આકર્ષાઈને આવે છે તેઓ ત્વરિત ઉપદેશ રહસ્ય પ્રાપ્ત કરી શકે છે. સાકરમાં ગળપણ છે તો કીડીયો પિતાની મેળે સાકર પાસે આવે છે.
ઉત્સાહ અને આનન્દથી જે જે કાર્ય કરવામાં આવે તેમાં એકતાન બનવું જોઈએ. ઉત્સાહ અને આનન્દ એ એ કાર્ય વિજયનાં શુભ ચિન્હો છે. ઉદારભાવ, ખંત અને આત્મભોગ વિના કાર્યમાં વિજ્ય મળતો નથી. જલમાં પરપોટા ઉદ્ભવે છે તેની પેઠે મનમાં અનેક કાર્યો કરવાના વિચારો ઉદ્દભવે અને લય પામે તેમજ કાર્યારંભમાં જરા પ્રવૃત્તિ થાય અને જરા ઉપાધિ-દુઃખો આવતાં પાછું હઠાય અને વારંવાર સંકલ્પ ફેરવવા પડે એવી જેની વિચાર અને આચાર દશા છે તે મનુષ્ય પોતાના આત્માને પિતે ઘાત કરે છે અને જગતને પિતાના પતિને વિશ્વાસ ખુવે છે. જે કાર્ય કરવા ધારેલું હોય તેને વિચાર એકદમ જાહેર કરવો નહિ. જે કાર્ય કરવામાં અન્ય તરફથી વિદ્ધ નડે તેને પ્રકાશ, વિઘકારની આગળ ન કરવો જોઈએ. ધર્મકાર્ય કરવામાં મગજની સમતલતા, અભયતા અને અખેદ એ ત્રણ ગુણ તે અવશ્ય હોવા જ જોઈએ. પિતાનું કાર્ય કરવામાં ચારે તરફના સંગમાં જે જે સાનુકૂળ સંયોગો હોય તેવા આલંબનનું અવલંબન કરીને પ્રતિકૂલ સંયોગની સામે ઉપગ પૂર્વક અપ્રમતપણે ઉભા રહેવું જોઈએ. હૃદય-વાણ અને કાયાને પરવશ કરીને કોઈ મનુષ્ય કદી મહાન બન્યો નથી અને ભવિષ્યમાં કઇ દિન મહાન બનનાર નથી. પિતાના અધિકાર પરત્વે કરવા ધારેલાં કાર્યોમાં પિતાની સ્વતંત્રતા કોઈ દિન ખાવી નહિ અને પારકાના દાસ બનીને કરવા માંડેલું કાર્ય પડતું મૂકવું નહિ. કરવા ભાડેલું કાર્ય પડતું મૂક્વાથી આત્માનું
62
For Private And Personal Use Only