________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) એક પ્રકારનું છે કે કોઈ પણ વિષય સંબંધી એકાંત આમજ છે એમ કહી શકાતું નથી પણ અપેક્ષાએ—અમૂક ન્યાયે–આમ છે તેમ કહેવાય છે, તેથી તે તત્વને સ્મરણમાં રાખીને જ્ઞાનીનાં વચને ઉપર શ્રદ્ધા રાખી યથાશક્તિ આદર કરે તે જ હીતાવહ છે.
કેટલાક પત્રો અને લેખો નથી, ” એમ વક્તવ્યમાં જણાવેલા શબ્દનો અર્થ જરા ગંભીર છે. ચોગ્ય ન હોય તો લખાય જ કેમ ! પણ તેને ભાવાર્થ એ છે કે સર્વેને માટે તે વિચારો યોગ્ય થવા માટે સમયની ઢીલ છે. વ્યકિતને ચગ્ય હોય જ્યારે સમષ્ટિની ગ્રાહ્યશકિત માટે સમયની જરૂર હોય તેને જ્ઞાનીઓ સંભાળની નજરથી બહાર મુકે છે અને તે ઠીક જણાય છે. આપણે જોઈએ છીએ કે જે વિચાર ૨૫ વર્ષ ઉપર હસી કહાડવામાં આવ્યો હોય તેને આજે પ્રાધ્યાનતા મળે છે અને પ્રાચિનત્વ ઘસાઈ જવા પામે છે. અર્થાત્ અનુકુળ સમય જે ટેકો આપે છે તેવો ટેકો પ્રતિકુળ કે ઓછો અનુકૃળ સમય ટેકો આપતો નથી.
આવા ઉપયોગી અને મોટા પ્રથને પ્રગટ કરતાં ખર્ચ પણ ઘણો થઈ ગયો છે તેમાં હાલના વિગ્રહ સમયે તે કાગળના ભાવ વધારવામાં હદજ કરી છે એટલે ઇચ્છા કરતાં વધુ કીમત આ ગ્રન્થની રાખવી પડી છે તે પણ પડતર કરતાં તે વધુ રાખી નથીજ, સહાયકોને અમુક પુસ્તકો ભેટ આપવાના હોવાથી, ખુટતી રકમ માટે વિક્રીય પુસ્તકો ડાંજ રહેનાર છે. સહાયકોની નોંધ પણ લીધી છે જે તરફ ઉદાર અને મદદ કરવાની જીરાસાવાળા ગ્રહોનું ધ્યાન ખેંચી વિરમીએ છીએ.
લો.
ચંપાગલી, મુંબાઈ છે કાર્તિક શુદિ ૧૧ પરિ સં. ૨૦૪૪ ૭
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ.
For Private And Personal Use Only