________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
તેઓને ભવિષ્યના જેનો હસી કાઢે એમાં કંઈ આશ્ચર્ય નથી. ધર્મના જાણ નાર જેનાનું ઉત્તમ એ કર્તવ્ય છે કે તેઓએ પોતાના ધર્મના રીતરીવાજોમાં રહેલું ઉત્તમ રહસ્ય અન્ય લોકોને જણાવવું. જે જૈન થઈને અન્ય નવકારગણુ નાર જૈનને દેખી પ્રેમી બની શકતો નથી તે જૈન નથી. જૈનોની પડતીનું કારણુ ગુરૂનિદી છે. ગુનિન્દાથી કુળને ક્ષય થાય છે. જે કામમાં, જે દેશમાં નિન્દાને પ્રવેશ થાય છે તેની પડતી થયા વિના રહેતી નથી. ધર્મની શ્રદ્ધા હશે તો કોઈ વખત ધર્મની ક્રિયાઓ કરી શકાશે. ધર્મનું અસ્તિત્વ રાખનાર ગુરૂઓની તન, મનથી પરિપૂર્ણ સેવા કરવી. ગુરૂ વિનાને દુનિયામાં કોઈ ધર્મ નથી. ધર્મની શ્રદ્ધા વિના કદી મેલ થનાર નથી. સમ્યફવની શ્રદ્ધાથી બાહ્ય ચારિત્ર વિના અન્તરંગ ચારિત્ર પામી જીવ પરમાપદ પામે છે.
સંવત ૧૯૬૮ ના આસો વદિ ૭ ને શુક્રવાર તા. ૧ લી
નવેમ્બર ૧૯૧૨, ફોનોગ્રાફની પેઠે ધર્મશાને ગેખી ન મારવા જોઈએ પણ સત્રના ભાવ સમજવા પ્રયત્ન કરવું જોઈએ. જે કંઈ વાંચવામાં આવે તેને દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવથી વિચાર કરવો જોઈએ. લેખ્યવિષયમાંથી કર્તાને આશય શોધી કાઢવો જોઈએ અને તે પોતાને અને જગતને કઈ રીતિએ ઉપયોગી છે તેને વિવેક કરવો જોઈએ. મન, વાણી અને કાયાનું બળ વધે અને તેને શુભકાર્યમાં ઉપયોગ થાય એવાં શાને પ્રથમ આદર કરો જોઈએ. ધર્મસમાન દેશ, કામની ઉન્નતિ કરવામાં જે ધર્મશાસ્ત્રોની પ્રથમ આવશ્યકતા સિદ્ધ થતી હોય, તેનો પ્રથમ આદર કરવાની જરૂર છે, જે ધર્મના વિચારોથી કોમનું-સમાજનું દઢબંધારણ થાય તેને પ્રથમ ફેલાવો કરવો જોઈએ. ધર્મના નિયમો, આચાર, ભક્તિ, શ્રદ્ધા વિના સંધનું મજબુત બંધારણ થતું નથી, અને સંધના બળ વિના પ્રગતિના માર્ગમાં આગળ વધી શકાતું નથી કલિયુગમાં સંઘના બલથી મહાપરાક્રમે કરી શકાય છે. ધર્મના આચારો અને વિચારેથી સંધનું બળ વધી શકે છે. ધર્મના નામે જે પરાક્રમ કરી શકાશે તે દેશાભિમાનથી પણ પ્રાયઃ કરી શકાશે
For Private And Personal Use Only