SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ૩૦. ધાર્મિક ગદ્યસંગ્રહ તેથી પિતે તથા અન્યોને ઉપકારક બની શકતો નથી. ગુણાનુરાગી અને કોઇના ગુણને બોલનાર ખરેખર પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. શ્રત જ્ઞાનના અનુસારે અનર્મુખ ઉપગથી આત્મતત્વનું ચિંતવન કરતાં કરતાં જે જે અનુભવ રણુઓ ઉઠે તે તે અનુભવ Úરણુઓને શાના આધારે તપાસવી અને તેમાં જ્ઞાનીએાની સલાહ લેઈ ઘટતે ફેરફાર કરવો. શાસ્ત્રોમાં કથેલાં આત્મ સંબંધી વચનને અન્તર્મુખેપગધ્યાનથી અનુભવ કરવો અને તે તે વચનોમાં રહેલું પરિપૂર્ણ હાર્દ અવબોધવા ધ્યાન ધરવું જોઈએ. એકાન્ત સ્થાનમાં આત્મતત્વ સંબંધી દીર્ધકાલ પર્યત વિચારો કરવાથી આત્માના જ્ઞાનાનુભવમાં વૃદ્ધિ થાય છે, દ્રવ્ય સંવરઠારા ભાવસંવરના ઉપયોગમાં લીન થએલો મનુષ્ય શુદ્ધભાવ નિર્જરાના સંમુખ થઈને સમયે સમયે અનન્ત ગુણ કર્મની નિર્જરા કરીને આત્માના અસંખ્યાત પ્રદેશોને નિમલ કરે છે. પિતાના આત્માની શુદ્ધાપ ગથી શુદ્ધિ થાય છે અને તેથી છવ પિતાના સહજ ગુણને પ્રકાશ જે જે અંશે થાય છે તેને અનુભવી શકે છે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાનાદિને પ્રકાશ ખીલવે હાય તો ખરેખર આત્માના શુદ્ધપયોગ વડે ધ્યાન કરવાની જરૂર છે. પૂર્વ મહામુનિવરે આત્માનું ધ્યાન ધરીને અપૂર્વ જ્ઞાન પ્રગટ કરી જગતમાં ચમત્કાર બતાવતા હતા. નિવૃત્તિ માર્ગમાં આત્માના ગુણો ખીલવવા ધ્યાનની મુખ્યતા બતાવી છે. ધ્યાનના સન્મુખ થએલ મનુષ્ય દરરોજ તરવજ્ઞાનના પ્રકાશમાં વૃદ્ધિ કરે છે અને તેથી પૂર્વના અનુભવ કરતાં વર્તમાનમાં ઘણો જ્ઞાની થએલો પોતાને દેખી શકે છે અને ભવિષ્યમાં વર્તમાન જ્ઞાન કરતાં વિશેષ જ્ઞાની થવાને એમ તે નિર્ણય કરી શકે છે. આગળ આગળના જ્ઞાનાનુભવથી પૂર્વ પૂર્વમાં થએલા જ્ઞાનમાં ઘણું બાકી રહેલું તે દેખી શકે છે. છેવટે પરિપૂર્ણ કેવળ જ્ઞાન થતાં આત્માને કોઈ જાતનું જ્ઞાન બાકી રહેતું નથી. આવી દશા પ્રાપ્ત કરવા માટે અન્તર્મુખ તિથી આત્મ સાક્ષાત્કાર કરીને તેમાં સદા લયલીન રહેવું. અપ્રમત્ત સાધુઓને અવશ્યકાદિ ક્રિયાઓનો નિયમ નથી. नवप्रमत्तसाधूनां, क्रियाप्यावश्यकादिका। नियता ध्यानशुद्धत्वाचदन्यरप्यदः स्मृतम् ॥७॥ (अध्यात्मसार) આ પ્રમત્ત સાધુઓને આવશ્યક પ્રતિ લેખન વગેરે ક્રિયા કરવાને નિયમ નથી; કારણ કે ધ્યાનવડે પોતાના આત્માની શુદ્ધિ કરે છે તેથી. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy